સોનમ રઘુવંશી અને રાજ કુશવાહાનો પહેલીવાર એક સાથે ફોટો સામે આવ્યો છે. જેમાં સોનમ અને રાજ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જેનાથી એ સંકેત મળે છે કે બંને વચ્ચે ફક્ત મિત્રતાના સંબંધ નથી. અત્યાર સુધી રાજના મિત્રો અને નીકટના લોકો એવો દાવો કરતા હતા કે સોનમ રાજને દીદી કહીને બોલાવતો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આ તસવીર હત્યા પહેલાની છે અને કદાચ ઈન્દોરમાં જ કોઈ જગ્યાએ લેવાયેલી છે. મેઘાલય પોલીસ અને ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત તપાસમાં સામે આવ્યું છે કે હત્યાથી થોડા દિવસ પહેલા સોનમ અને રાજે ઈન્દોરમાં એક ભાડાના ફ્લેટમાં સાથે સમય વિતાવ્યો હતો.
સોનમનો ભાઈ રાજાના ઘરે પહોંચ્યો
બીજી બાજુ સોનમ રઘુવંશીનો ભાઈ ગોવિંદ રઘુવંશી આજે બપોરે ઈન્દોર રાજાના ઘરે પહોંચ્યો. મીડિયા સામે ગોવિંદે સ્પષ્ટ કહ્યું કે જેણે પણ હત્યા કરી છે તેને ફાંસી મળવી જોઈએ. ગોવિંદે દાવો કર્યો કે તેને સોનમના કોઈ પણ કાવતરાની કોઈ જાણકારી નહતી. નહીં તો તેઓ આ હત્યા ન થવા દેત. તેમણે જણાવ્યું કે ગાઝીપુરમાં સોનમ ફક્ત બે મિનિટ માટે મળી હતી અને તે દરમિયાન સોનમે કોઈ ગુનો કબૂલ્યો નહતો.
ગોવિંદે રાજ કુશવાહા સાથે સોનમના સંબંધને સંપૂર્ણ રીતે નકારતા કહ્યું કે તે અમારા ત્યાં ફક્ત કર્મચારી હતો. સોનમ તેને રાખડી બાંધતી હતી. તેને અફેર વિશે કઈ ખબર નથી. આ સાથે તેણે એમ પણ કહ્યું કે સોનમે તેની માતાને પણ રાજ વિશે કોઈ ચર્ચા કરી નથી.
મુહૂર્તના કારણે જલદી લગ્ન
સોનમના લગ્ન અંગે ઉઠતા સવાલો પર ગોવિંદે કહ્યું કે લગ્ન એટલે જલદી કરાવવામાં આવ્યા કારણ કે પંડિતે મુહૂર્ત કાઢ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે પરિવારના સ્તરે કોઈ પણ ઉતાવળ નહતી. બધુ ધાર્મિક નિયમો પ્રમાણે થયું હતું.
બીજી બાજુ રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ કહ્યું કે ગોવિંદ મંગળવારે જ ઈન્દોર પહોંચ્યો હતો અને કદાચ તેને આ હત્યાની યોજના વિશે કોઈ જાણકારી નહતી. તેમણે કહ્યું કે અમે ગોવિંદ સાથે ખુલીને વાત કરી અને તે આ ષડયંત્રથી અજાણ લાગે છે. અમે તેની સાથે છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે