Rajasthan News: રાજસ્થાન ફરી એકવાર સાંપ્રદાયિક તણાવનો માહોલ છે. ભીલવાડામાં મંગળવારે રાતે 20 વર્ષના એક યુવકની કથિત રીતે અન્ય સમુદાયના લોકોએ ચાકૂ મારીને હત્યા કરી નાખી. જેને લઈને બે સમુદાય વચ્ચે તણાવના અહેવાલ છે. મળતી માહિતી મુજબ પાસેને લઈને શરૂ થયેલો આ વિવાદ વધી ગયો અને યુવકની ચાકૂ ઝીંકી હત્યા કરાઈ. ઘટના બાદ વિસ્તારના લોકોમાં રોષનો માહોલ છે.
ભીલવાડાના શાસ્ત્રીનગર કોલોની વિસ્તારમાં મંગળવારે મોડી રાતે એક યુવકની બે લોકોએ હત્યા કરી. ખુલ્લેઆમ આ ઘટના ઘટતા વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. યુવકને ઘાયલ અવસ્થામાં એમજી હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેણે દમ તોડ્યો. પોલીસને મોડી રાતે આ મામલે મહત્વના પુરાવા મળ્યા છે. ત્યારબાદ ભીલવાડા પોલીસે અત્યાર સુધીમાં 3 લોકોની અટકાયત કરી છે. વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ભીલવાડા ન્યૂ હાઉસિંગ બોર્ડ શાસ્ત્રીનગરના રહીશ ઓમ પ્રકાશ તાપડિયાના પુત્ર આદર્શ પર બ્રહ્માણી સ્વીટ્સ હાઉસ પાસે બે લોકોએ ચાકૂના ઘા ઝીંક્યા. ગંભીર રીતે ઘાયલ થયેલા આદર્શને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસના જણાવ્યાં મુજબ આદર્શ કાપડિયાના ભાઈ હની સાથે બે સગીરોએ ઝઘડો કર્યો હતો. જ્યારે આદર્શને આ વાત ખબર પડી તો તેણે ઝઘડો કરનારાઓની ફરિયાદ કરી અને ત્યારબાદ વિવાદ શરૂ થઈ ગયો. જેને લઈને આદર્શની ચાકૂ મારી હત્યા કરી દેવાઈ.
ઘટના બાદ પરિજનો અને પરિચિતો એમજી હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પિટલમાં સુરક્ષા વધારી દેવાઈ. ભાજપ જિલ્લાધ્યક્ષ લાદુલાલ તેલી, શહેર વિધાયક વિઠ્ઠલ શંકર અવસ્થી અને હિન્દુવાદી સંગઠનોના પદાધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચી ગયા. આક્રોશ સાથે જ્યાં સુધી મૃતકના પરિજનોને 50 લાખ રૂપિયા અને વળતર તથા દોષિતોની ધરપકડ ન થાય ત્યાં સુધી અનિશ્ચિતકાલિન ભીલવાડા બંધની જાહેરાત પણ કરી.
મામલાની ગંભીરતા જોતા કોઈ પણ પ્રકારની અફવાઓ ન ફેલાય તે માટે ભીલવાડા શહેરમાં આજે સવારે 6 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે. પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે.
લગ્ન મંડપમાં બત્તી ગૂલ અને દુલ્હનો બદલાઈ ગઈ! ચર્ચાના ચગડોળે ચડેલા આ મામલાની જાણો સચ્ચાઈ
જુઓ Live TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે