Home> India
Advertisement
Prev
Next

લવ જેહાદ- અમારી છોકરીઓ લાવો, નહીં તો 10ના બદલે તમારી 20 દીકરીઓ સુરક્ષિત નહીં રહે: BJP નેતા

છાશવારે વિવાદોમાં ઘેરાતા રહેતા ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ હવે લવ જેહાદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

લવ જેહાદ- અમારી છોકરીઓ લાવો, નહીં તો 10ના બદલે તમારી 20 દીકરીઓ સુરક્ષિત નહીં રહે: BJP નેતા

જયપુર: છાશવારે વિવાદોમાં ઘેરાતા રહેતા ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ હવે લવ જેહાદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે લવ જેહાદ બંધ થવો જોઈએ અને ફોસલાવીને જે હિન્દુ યુવતીઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું છે તેમની પોતાના ધર્મમાં વાપસી થવી જોઈએ. જ્ઞાનદેવ આહુજાએ કહ્યું કે 'અમારી જે છોકરીઓ ગઈ છે, લવજેહાદનો લોભ આપીને લઈ ગયા છો, તેના માટે સમય આપીશ. તેમને લાવો નહીં તો પછી 10 ગઈ તો 20, 20 ગઈ તો 40 અને 40 ગઈ તો 80, પછી તમારી છોકરીઓ સુરક્ષિત નહીં રહે. '

fallbacks

આ સાથે જ ભાજપના ધારાસભ્ય આહુજાએ એમ પણ કહ્યું કે 'જો આમ ન થયું તો આ માટે અપેક્ષિત સંઘર્ષ પણ કરવામાં આવશે. આ સંદર્ભમાં તેમણે મિસાલ આપતા કહ્યું કે ભગવાન શ્રીરામ તો મર્યાદામાં રહ્યાં, કૃષ્ણ ભગવાને તમામ મર્યાદાઓ તોડીને ધર્મયુદ્ધ કર્યું અને ધર્મની સ્થાપના કરી. જરાસંધ કેવી રીતે મરશે, દુર્યોધન કેવી રીતે મરશે. આ માટે ચાલ, છળ અને સંઘર્ષ કરવો પડે તો કરીશું.' 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More