Home> India
Advertisement
Prev
Next

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસનો ભવ્ય વિજય, ભાજપનો પરાજય

રાજસ્થાનમાં કોંગ્રેસને 99 બેઠક મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 73 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે, રાજ્યમાં અપક્ષો 13 બેઠકો પર વિજયી બન્યા છે અને તેઓ કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે 

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસનો ભવ્ય વિજય, ભાજપનો પરાજય

જયપુરઃ રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તનની લહેર જોવા મળી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસનો 99 બેઠક પર વિજય થયો હતો, જ્યારે સત્તામાં રહેલી ભાજપને 73 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. રાજ્યમાં અપક્ષો 13 બેઠકો પર વિજેતા બનતાં કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. આ ઉપરાંત રાજ્યમાં બહુજન સમાજ પાર્ટીના 6, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના 2, રાષ્ટ્રીય લોકદલના 1 અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના 3 ઉમેદવારનો વિજય થયો હતો. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી)ના પણ બે ઉમેદવારો વિજેતા બન્યા છે. રાજસ્થાનમાં 200માંથી 199 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. એક બેઠક પર ઉમેદવારનું મૃત્યુ થઈ જતાં ચૂંટણી રદ કરવામાં આવી હતી. 

fallbacks

રાજસ્થાનમાં કોંગ્રેસને 39.3%, ભાજપને 38.8%, અપક્ષોને 9.5%, બીએસપીને 4.0% અને અન્ય સ્થાનિક પક્ષોને 2% કે તેના કરતાં ઓછા વોટ પ્રાપ્ત થયા હતા.

વધુમાં વાંચો...મિઝોરમ વિધાનસભા ચૂંટણી પરિણામઃ વિરોધ પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટનો વિજય, કોંગ્રેસનો સફાયો

19માંથી 13 મંત્રી હાર્યા, વસુંધરા રાજેએ આપ્યું રાજીનામું
રાજ્યમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમના 5 કેબિનેટ મંત્રી વજયી બન્યા હતા. જ્યારે તેમના 19માંથી 13 મંત્રીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હારી ગયેલા મંત્રીઓમાં પરિવહન મંત્રી યુનુસ ખાન, ખાણ મંત્રી સુરેનદ્ર પાલ સિંહ ટીટી, યુ઼ડીએચ મંત્રી શ્રીચંદ કૃપાલાનો સમાવેશ થયો છે. વસુંધરા રાજેના નજીકના મનાતા યુનુસ ખાન વિધાનસભા ચૂંટણીમાં 54,179 મતોથી હારી ગયા છે. આ સીટ પર કોંગ્રેસના પ્રદેશ અધ્યશ્ર અને પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડી રહેલા સચિન પાયલટ જીત્યા છે. 

જળ સંસાધન મંત્રી ડૉ.રામ પ્રતાપ હનુમાનગઢ સીટ પર 15522 મતોથી તો પશુપાલન મંત્રી રહેલા ઓટારામ દેવાસી સિરોહી સીટ પર 10253 મતથી હારી ગયા છે. આ રીતે રાજે સરકરાના કૃષિમંત્રી પ્રભુ લાલ સૈની અંતા સીટ પરથી 34059 મતોથી હારી ગયા છે. તેમને કોંગ્રેસના પ્રમોદભાયાએ હરાવ્યો છે. ખાણ મંત્રી સુરેન્દ્ર પાલ સિંહ ટીટી કરણપુર સીટ પર હાર્યા અને ત્રીજા સ્થાન પર રહ્યા હતા. ખાદ્ય મંત્રી બાબૂ લાલ વર્મા બારા અટરૂ સીટ પર 12248 મતોથી હાર્યા છે. જ્યારે પર્યટન મંત્રી કૃષ્ણેન્દ્ર કૌર દીપા નદબઇ સીટ પર બસપાના જોગિંદર સિંહથી 4094 મતોથી હાર્યા છે, જ્યારે યુડીએચ મંત્રી શ્રીચંદ કૃપલાની 11908 મતોથી હાર્યા છે.

fallbacks

કોંગ્રેસના બળવાખોરો બન્યા કિંગમેકર 
કોંગ્રેસ દ્વારા ટિકિટ ન મળવાને કારણે કોંગ્રેસ પક્ષ છોડીને અપક્ષ તરીકે ચૂંટણી લડેલા અને પછી વિજેતા બનેલા ઉમેદવારો હવે રાજ્યમાં કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. કેમ કે રાજ્યમાં કોંગ્રેસનો 99 બેઠકપર વિજય થયો છે, અને તેને સરકાર રચવા માટે 100નો આંકડો કરવો જરૂરી છે. રાજ્યમાં સૌથી વધુ 13 અપક્ષો ચૂંટાઈને આવ્યા છે.

વધુમાં વાંચો...તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામઃ KCRની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિનો પૂર્ણ બહુમત સાથે ભવ્ય વિજય

રાજસ્થાનમાં છેલ્લી પાંચ વિધાનસભા 
1993 : ભાજપ(95), કોંગ્રેસ(76) - ભૈરોંસિંહ શેખાવત(CM- ભાજપ)
1998 : કોંગ્રેસ (153), ભાજપ (33) - અશોક ગેહલોત (CM- કોંગ્રેસ)
2003 : ભાજપ (120), કોંગ્રેસ (56) - વસુંધરા રાજે (CM- ભાજપ)
2008 : કોંગ્રેસ (96), ભાજપ (78) - અશોક ગેહલોત (CM- કોંગ્રેસ)
2013 : ભાજપ (163), કોંગ્રેસ (21) - વસુંધરા રાજે (CM- ભાજપ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More