નવી દિલ્હી: સચિન પાઈલટના બળવા બાદ કોંગ્રેસ રાજસ્થાનમાં સરકાર બચાવવામાં લાગી છે. કોંગ્રેસે 109 ધારાસભ્યોના સમર્થન પત્રનો દાવો કર્યો છે. કોંગ્રેસે વિધાયક દળની આજે થનારી બેઠક માટે વ્હિપ પણ જાહેર કર્યો છે. આ બેઠકમાં જે સામેલ નહીં થાય તેના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
રાજસ્થાનમાં રાજકીય સંકટ ગહેરાયું છે. તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે કોંગ્રેસ મધરાતે અઢી વાગે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. દિલ્હીથી જયપુર મોકલવામાં આવેલા કોંગ્રેસના 3 વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલા, અજય માકન અને રાજ્ય કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેએ પ્રેસ કોન્ફરન્સ કરીને 109 વિધાયકોના સમર્થન પત્રનો દાવો કર્યો.
'શું ઘોડા તબેલામાંથી છૂટી જશે પછી જ આપણે જાગીશું?', કોંગ્રેસ નેતાની ટ્વિટથી ખળભળાટ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે સવારે સાડા દસ વાગે કોંગ્રેસની વિધાયક દળની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સચિન પાઈલટ કોંગ્રેસની વિધાયક દળની બેઠકમાં સામેલ નહીં થાય. સચિન પાઈલટ દિલ્હીમાં છે અને તેઓ જયપુર જશે નહીં.
કોંગ્રેસે પણ કડક વલણ અપનાવતા કોંગ્રેસની વિધાયક દળની બેઠક માટે વ્હિપ બહાર પાડ્યો છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે જે બેઠકમાં સામેલ નહીં થાય તેના વિરુદ્ધ અનુશાસન ભંગની કાર્યવાહી કરવામાં આવશે.
A whip has been issued to all party MLAs to be mandatorily present at Congress Legislature Party meeting to be held tomorrow morning. Strict disciplinary action will be taken against any MLA who is absent without mentioning personal/special reason: #Rajasthan Congress in-charge https://t.co/adTEHg0iM1 pic.twitter.com/xrdqiCYNn9
— ANI (@ANI) July 12, 2020
રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાઈલટે પોતાના અધિકૃત વ્હોટ્સએપ ગ્રુપમાં દાવો કર્યો છે કે ગહેલોત સરકાર અલ્પમતમાં છે. સચિન પાઈલટે કોંગ્રેસના 30 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો પણ કર્યો. દિલ્હીમાં રહેવા છતાં સચિન પાઈલટ કોંગ્રેસ હાઈ કમાન્ડને મળવા ગયા નહીં.
સિંધિયાએ આવું કહી વધારી કોંગ્રેસ અને ગેહલોત સરકારની મુશ્કેલી, BJPમાં આવશે પાઇલટ?
આ બાજુ રાહુલ ગાંધીની ઓફિસે પણ સચિન પાઈલટ સાથે ફોન પર વાતચીતનો દાવો કર્યો અને મામલો જલદી ઉકેલી લેવાની આશા વ્યક્ત કરી. સચિન પાઈલટ સમર્થકોએ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ સાથે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ સચિન પાઈલટે જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે પણ 30 મિનિટ સુધી મુલાકાત કરી.
રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ પદનો ઝઘડો?
સૂત્રોના જણાવ્યાં મુજબ રાજસ્થાનમાં અસલી ઝઘડો અધ્યક્ષ પદને લઈને છે. કહેવાય છે કે અશોક ગેહલોત સચિન પાઈલટને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવવા માંગે છે. જેથી કરીને પાર્ટીની કમાન કોઈ માનીતાને આપી શકાય. પરંતુ સચિન પાઈલટ અધ્યક્ષ પદ છોડવા તૈયાર નથી. 2018માં તેઓ ડેપ્યુટી સીએમ પદ સાથે પ્રદેશ અધ્યક્ષ પદ પર રહેવા ઉપર જ માન્યા હતાં. હવે સચિનને એવું લાગે છે કે તેમને અધ્યક્ષ પદેથી હટાવવાની તૈયારી થઈ રહી છે.
જુઓ LIVE TV
આ બાજુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરીને સચિન પાઈલટ પ્રત્યે હમદર્દી વ્યક્તિ કરી અને ગેહલોત પર નિશાન સાંધ્યું. સિંધિયાએ લખ્યું કે મારા જૂના સહયોગી સચિન પાઈલટને મુખ્યમંત્રી અશોક ગેહલોત બાજુમાં હડસેલીને હેરાન કરી રહ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે