Home> India
Advertisement
Prev
Next

Jaipur Petrol Pump Fire: અજમેર રોડ પર પેટ્રોલ પંપ પર ભીષણ આગ લાગી, 8 લોકોના મોત, 20થી વધુ લોકો ICUમાં દાખલ

અજમેર રોડ પર ભાંકરોટા વિસ્તારમાં દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે એક ભીષણ આગ લાગી. આ આગ એક સીએનજી ગેસ ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થવાથી લાગી હતી. જેના કારણે આસપાસ ઊભેલા અને જઈ રહેલા લગભગ 15-20 વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા. આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ અનેક કિલોમીટર દૂર સુધી જોવા મળી

Jaipur Petrol Pump Fire: અજમેર રોડ પર પેટ્રોલ પંપ પર ભીષણ આગ લાગી, 8 લોકોના મોત, 20થી વધુ લોકો ICUમાં દાખલ

જયપુરમાં આજે સવારે મોટો અકસ્માત સર્જાયો. જયપુર શહેરથી નીકળતા જ ભાંકરોટા વિસ્તારમાં એલપીજી ટ્રક અને સીએનજી ટેંકર પરસ્પર ટકરાયા ત્યારબાદ બંને ટંકરોમાં આગ લાગી. આ અકસ્માત ભાંકરોટામાં આવેલા એક પેટ્રોલ પંપની બહાર ઘટી. આગ એટલી ભીષણ હતી કે વિસ્તારમાં હડકંપ મચી ગયો. આગની સૂચના મળતા જ જયપુર શહેરના તમામ ફાયર સ્ટેશનોથી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. આગને ઓલવવાના પ્રયત્નો ચાલુ છે. જ્યાં આ અકસ્માત થયો તે વિસ્તાર જયપુરથી અજમેર જનારા નેશનલ હાઈવે પર છે. આગના કારણે ટ્રાફિક થોભી દેવાયો છે. આગમાં અનેક ગાડીઓ ઝપેટમાં આવી ગઈ. ત્યારબાદ ભાગદોડ મચી ગઈ. આ દુર્ઘટનામાં 8 લોકોના અત્યાર સુધી મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અનેક લોકો ઘાયલ છે. 

fallbacks

મૃત્યુઆંક 8 થયો
આ અકસ્માતમાં મૃત્યુઆંક હવે 8 પર પહોંચ્યો છે. જેમાં એક એક વર્ષના માસૂમ બાળકનું પણ મોત નિપજ્યું છે. અકસ્માત સવારે લગભગ 5.44 વાગ્યાની આસપાસ થયો હતો. જેમાં રાજસ્થાન રોડવેઝની પણ એક બસ ઝપેટમાં આવી હતી. રોડવેઝની ભીલવાડા ડેપોની બસ ઝપેટમાં આવી હતી. બસનો નંબર RJ09PA7386 હોવાનું કહેવાય છે. 

મળતી માહિતી મુજબ અજમેર રોડ પર ભાંકરોટા વિસ્તારમાં દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે એક ભીષણ આગ લાગી. અચાનક વિસ્ફોટ થવાથી લાગી હતી. જેના કારણે આસપાસ ઊભેલા અને જઈ રહેલા લગભગ 15-20 વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા. આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ અનેક કિલોમીટર દૂર સુધી જોવા મળી. 

આગની  ઘટના બાદ અજમેર રોડ પર અનેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડે તત્કાળ કાર્યવાહી કરી અને આગ પર કાબૂ મેળવવા માટે લગભગ 20 ગાડીઓ કામે લગાવી. આગ એટલી ભયાનક હતી કે વિસ્તારના લોકો દહેશતમાં આવી ગયા અને સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. આગની જ્વાળાઓએ અનેક લોકોને લપેટમાં લીધા હોવાનું કહેવાય છે. જો કે તેની સંખ્યા હજુ સામે આવી નથી. પોલીસ પ્રશાસન અને અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાવ્યું અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પ્રેમ ચંદ બૈરવાએ કહ્યું કે આ ખુબ ટ્રેજિક અકસ્માત હતો. જેમાં 4-5 લોકોના મોત થયા છે. 39 જેટલા લોકો એસએમએસ હોસ્પિટલમાં દાખલ છે. 

આ દુર્ઘટના વિશે જયપુર SMS મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. દીપક મહેશ્વરીએ કહ્યું કે અત્યાર સુધી 4 મૃતદેહો આવી ચૂક્યા છે અને 24થી 25 લોકો આઈસીયુમાં દાખલ છે. હજુ વધુ લોકોને લાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જયુપર અગ્નિકાંડમાં ઘાયલોને મળવા અને સ્થિતિની સમીક્ષા માટે એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More