Home> India
Advertisement
Prev
Next

Rajasthan Politics: ભારત જોડો યાત્રાએ કરાવી ગેહલોત-પાયલટ વચ્ચે 'દોસ્તી', રાજસ્થાનમાં રાહુલના મિશનને બનાવશે ઐતિહાસિક

CM Ashok Gehlot: તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં અશોક ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યાં હતા. વાર-પલટવાર વચ્ચે કોંગ્રેસના બંને દિગ્ગજ નેતા એકસાથે આવ્યા છે. બંને નેતાઓએ મીડિયા સાથે પણ વાત કરી હતી. 

Rajasthan Politics: ભારત જોડો યાત્રાએ કરાવી ગેહલોત-પાયલટ વચ્ચે 'દોસ્તી', રાજસ્થાનમાં રાહુલના મિશનને બનાવશે ઐતિહાસિક

જયપુરઃ Rajasthan Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રાને લઈને જયપુરમાં મંગળવારે કોંગ્રેસની બેઠક થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલની સાથે મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. સચિન પાયલટ પણ અશોક ગેહલોતથી અડધો કલાક પહેલા બેઠકમાં પહોંચી ગયા હતા. આ પ્રથમવાર છે જ્યારે અશોક ગેહલોત અને સચિન પાયલટ તાજેતરના વિવાદ બાદ પ્રથમવાર સાથે જોવા મળ્યા છે. 

fallbacks

મુખ્યમંત્રી ગેહલોતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે જો રાહુલ ગાંધીએ પ્રદેશના નેતાઓે એસેટ કહ્યાં છે તો તે છે. તેમના અનુયાયી પણ એસેટ છે. અશોક ગેહલોતે તાજેતરમાં સચિન પાયલટને ગદ્દાર કહ્યાં હતા અને તેના પર રાહુલ ગાંધીએ કોઈ ટિપ્પણી કરવાથી ઇનકાર કરતા ગેહલોત અને પાયલટને પાર્ટીના એસેટ ગણાવ્યા હતા. ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા શાનદાર નિકળશે. 

"યાત્રાને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ"
મુખ્યમંત્રીએ કહ્યુ કે યાત્રાને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ છે. જે મુદ્દા દેશની જનતાના દિલમાં છે તે મુદ્દા લઈને રાહુલ ગાંધી નિકળ્યા છે. આ પીએમ મોદી અને અમિત શાહ માટે સંદેશ છે. દેશમાં મોંઘવારી, બેરોજગારી વધી રહી છે, હિંસા થઈ રહી છે આ દેશહિતમાં નથી. અમારૂ મુખ્ય મુદ્દો ચૂંટણી જીતવાનો છે અને તે અમે જીતીને દેખાડીશું. અમારો વિચાર પોઝિટિવ છે, અમે નેગેટિવ વિચારતા નથી. 

રાજસ્થાનમાં ક્યારે પહોંચશે રાહુલની યાત્રા?
જયપુરમાં થયેલી બેઠક બાદ સચિન પાયલટે કહ્યુ કે રાહુલ ગાંધીની રાજસ્થાનમાં યોજાનારી ભારત જોડો યાત્રા ખુબ યાદગાર રહેશે, આ એક ઐતિહાસિક યાત્રા હશે, દરેક વર્ગના લોકો આ યાત્રામાં જોડાશે. કાર્યકર્તા અને નેતા પણ આ યાત્રામાં જોડાશે. નોંધનીય છે કે ભારત જોડો યાત્રા ચાર ડિસેમ્બરે રાજસ્થાનમાં પ્રવેશ કરી શકે છે. યાત્રાના કાર્યક્રમમાં એક-બે દિવસનો ફેરફાર પણ થઈ શકે છે. યાત્રાને લઈને રાજસ્થાનમાં તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે અને કોંગ્રેસે રૂટ ચાર્જ નક્કી કરી લીધો છે.

આ પણ વાંચોઃ ઉજ્જૈનમાં રાહુલ ગાંધીએ કર્યા મહાકાલના દર્શન, દૂધથી કર્યો બાબાનો અભિષેક

શું બોલ્યા રાહુલ ગાંધી
હકીકતમાં સોમવાર (28 નવેમ્બરે) અશોક ગેહલોત અને સચિન પાયલટના વિવાદ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું હતું કે બંને નેતા કોંગ્રેસ માટે ખુબ જરૂરી છે, બંને પાર્ટીની સંપત્તિ છે. તેમણે તે પણ યાદો કર્યો હતો કે આ વિવાદની રાજસ્થાનમાં તેમની યાત્રા પર કોઈ અસર પડશે નહીં અને યાત્રા સફળ રહેશે. 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે ઘણા સમયથી મુખ્યમંત્રી પદને લઈને ગતિરોધ ચાલી રહ્યો છે. પાછલા ગુરૂવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતના એક નિવેદને આ વિવાદને વધુ ભડકાવવાનું કામ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More