Home> India
Advertisement
Prev
Next

Tanot Mata Temple: 450 બોમ્બને માએ બનાવી દીધા હતા 'ફૂસકી બોમ્બ', કહેવાય છે યુદ્ધની દેવીનું મંદિર

અત્યારના જમાનામાં અંધ શ્રદ્ધાને કોઈ સ્થાન નથી એ સૌ કોઈ જાણે છે પણ એક ચમત્કારને આજે પણ સૌ માને છે અને એ માતાજીની ખરા દિલથી પૂજા પણ કરે છે અમે વાત કરી રહ્યાં છીએ રાજસ્થાનમાં આવેલા તનોટ માતાનું મંદિરની આ મંદિરને યુદ્ધની દેવીના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. 1200 વર્ષ જુનું આ મંદિર ભારત અને પાકિસ્તાનની સરહદ નજીક અને જેસલમેર થી 130 કિલોમીટર દૂર આવેલું છે.

Tanot Mata Temple: 450 બોમ્બને માએ બનાવી દીધા હતા 'ફૂસકી બોમ્બ', કહેવાય છે યુદ્ધની દેવીનું મંદિર

અત્યારના જમાનામાં અંધ શ્રદ્ધાને કોઈ સ્થાન નથી એ સૌ કોઈ જાણે છે પણ એક ચમત્કારને આજે પણ સૌ માને છે અને એ માતાજીની ખરા દિલથી પૂજા પણ કરે છે અમે વાત કરી રહ્યાં છીએ રાજસ્થાનમાં આવેલા તનોટ માતાનું મંદિરની આ મંદિરને યુદ્ધની દેવીના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. 1200 વર્ષ જુનું આ મંદિર ભારત અને પાકિસ્તાનની સરહદ નજીક અને જેસલમેર થી 130 કિલોમીટર દૂર આવેલું છે.1965ના યુદ્ધમાં પાકિસ્તાને 3000 બોમ્બ ફેંક્યા હતા પરંતુ એક પણ બોમ્બ ફુટયો ન હતો આ તમામ બોમ્બ ફૂસકી બોમ્બ સાબિત થયા હતા. આ 3000 બોમ્બમાંથી 450 બોમ્બ તો મંદિર પરિસરમાં પડવા છતાં એક પણ ફૂટ્યો નહોતો. કહેવાય છે કે પાકિસ્તાને પણ આ ચમત્કારને માન્યો હતો. એવું કહેવાય છે કે પાકિસ્તાનની સેનાના જનરલ ભારત સરકારની મંજૂરી લઈને માતાજીના દર્શન માટે આવ્યા હતા. અત્યારે પણ તેઓ માતાજીની પૂજા કરે છે. આ મંદિરને બોર્ડર પિક્ચરમાં પણ બતાવવામાં આવ્યું છે. આ મંદિર 1965માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ પછી વિશ્વાસનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિર તેના ચમત્કારો ના કારણે ખુબ જ પ્રસિદ્ધ થયું છે. 

fallbacks

તમને યકીન નહીં થાય પણ અહીં પણ લોકોની ભીડ જામે છે. તનોટ માતાનું સિદ્ધ મંદિર જેસલમેરથી 120 કિમી દૂર થાર રણમાં સરહદ નજીક આવેલું છે. આ દેવીને થારની વૈષ્ણો દેવી અને સૈનિકોની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર તેમજ 1965 અને 1971ના ભારત-પાક યુદ્ધનું મૂક સાક્ષી રહ્યું છે. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તનોટ માતાએ માતા બનીને ભારતીય સૈનિકો અને સીમા સુરક્ષા દળના જવાનોની રક્ષા કરી હતી. કબજે કરવાના હેતુથી પાકિસ્તાને ભારતના આ ભાગ પર જબરદસ્ત હુમલા કર્યા પરંતુ તેમને સફળતા મળી નહીં. માતાનું મંદિર જે અત્યાર સુધી સુરક્ષા દળોની ઢાલ રહ્યું હતું. 1965ના યુદ્ધમાં પાકિસ્તાન આર્મી દ્વારા ફેંકવામાં આવેલા 3,000 જેટલા બોમ્બ આ મંદિરને અસર પણ કરી શક્યા નહોતા, મંદિર પરિસરમાં પડેલાં 450 બોમ્બ પણ ફૂટ્યા ન હતા.

ચમત્કાર મામલે આ માતાજી ક્યારેય પાછળ રહ્યાં નથી. ખરેખર આ માતાજીની દયા અપરંપાર છે. રાજસ્થાનના જેસલમેર ક્ષેત્રમાં પાકિસ્તાની સેનાને હરાવવામાં તનોટ માતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે માતાએ સૈનિકોની મદદ કરી અને પાકિસ્તાની સેનાએ પીછેહઠ કરવી પડી. આ ઘટનાની યાદમાં આજે પણ તનોટ માતાના મંદિરના સંગ્રહાલયમાં પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા જીવતા બોમ્બ રાખવામાં આવ્યા છે. જેને જોવાનો એક અનેરો લ્હાવો છે. 

17થી 19 નવેમ્બર 1965ના રોજ દુશ્મને ત્રણ અલગ-અલગ દિશામાંથી તનોટ પર ભારે હુમલો કર્યો. દુશ્મનની આર્ટિલરી જબરદસ્ત આગ ફેલાવતી રહી. તનોટ માતાના બચાવ માટે મેજર જયસિંહના કમાન્ડ હેઠળ 13 ગ્રેનેડિયર્સની એક કંપની અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની બે કંપનીઓ દુશ્મનની આખી બ્રિગેડનો સામનો કરી રહી હતી. આમ છતાં ભારતીય સેનાએ આ યુદ્ધમાં સફળતા મેળવી હતી. 

મંદિરની અંદર એક મ્યુઝિયમ છે જેમાં તે ગોળા પણ રાખવામાં આવ્યા છે. પૂજારી પણ સૈનિક છે. સવાર-સાંજ આરતી થાય છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર એક રક્ષક તૈનાત છે, પરંતુ કોઈને પ્રવેશતા અટકાવવામાં આવતા નથી. આ મંદિરની ખ્યાતિ હિન્દી ફિલ્મ ‘બોર્ડર’ની સ્ક્રિપ્ટમાં પણ સામેલ હતી. વાસ્તવમાં આ ફિલ્મ 1965ના યુદ્ધમાં લોંગોવાલ પોસ્ટ પર પાકિસ્તાની સેનાના હુમલા પર બની હતી. જેમાં તનોટ માતાના મંદિરનો ઉલ્લેખ છે. આજે પણ આ મંદિર જબરદસ્ત પાકિસ્તાન અને ભારત બંનેમાં પ્રખ્યાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More