Home> India
Advertisement
Prev
Next

સેનામાં મહિલાઓ માટે સ્થાયી કમિશન, સુપ્રીમના નિર્ણયનું રક્ષાપ્રધાને કર્યું સ્વાગત


કોર્ટે કહ્યું કે, સેનામાં મહિલાઓને લઈને વિચાર બદલવાની જરૂર છે. 
 

સેનામાં મહિલાઓ માટે સ્થાયી કમિશન, સુપ્રીમના નિર્ણયનું રક્ષાપ્રધાને કર્યું સ્વાગત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ સોમવારે સેનામાં મહિલાઓને સ્થાયી કમિશનના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. દિલ્હી હાઈકોર્ટના ચુકાદા પર મહોર લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતીય સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન મળે, મહિલાઓને કમાન્ડ પોસ્ટિંગનો અધિકાર મળએ. કોર્ટે કહ્યું કે, સેનામાં મહિલાઓને લઈને વિચાર બદલવાની જરૂર છે. સેનામાં મહિલાઓને પુરૂષોની સમકક્ષ અધિકાર મળે. સરાકર મહિલાઓને કોમ્બેટ રોલ આપવાનો નિર્ણય સેના કરે. કોર્ટે તે પણ કહ્યું કે, સ્થાયી કમિશન પર 3 મહિનામાં નિર્ણય લાગૂ થાય. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. 

fallbacks

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, 'હું દિલથી માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરુ છું. પીએમ મોદીએ 2018ના પોતાના સ્વતંત્રતા દિવસના ભાષમમાં સેનામાં મહિલાઓ માટે સ્થાયી કમિશનનું સમર્થન કર્યું હતું અને નીતિમાં ફેરફારની જાહેરાત કરી હતી.'

રાજનાથ સિંહે પોતાના એક અન્ય ટ્વીટમાં કહ્યું, 'સેનામાં મહિલાઓ માટે સ્થાયી કમિશનનો ઐતિહાસિક નિર્ણય આવતા પહેલા પૂર્વ રક્ષા પ્રધાન નિર્મલા સીતામરને જાહેરાત કરી હતી કે, મહિલાઓને મિલિટ્રી પોલીસમાં સામેલ કરવામાં આવશે. ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે.' રક્ષા પ્રધાને આહળ કહ્યું, 'રક્ષા મંત્રાલયે ભારતીય સેનામાં તમામ 10 શાખાઓમાં મહિલાઓ માટે સ્થાયી કમિશનની મંજૂરી આપી છે જેમાં સિગ્નલ સૈન્ય દળ, ઇન્ટેલિજન્ટ, વિમાનન, એન્જિનિયરિંગ, સેવા સૈન્ય દળ અને સામાન્ય સૈન્ય દળ સામેલ છે.'

fallbacks

પોતાના એક અન્ય ટ્વીટમાં રાજનાથે કહ્યું, 'જૂન 2019 સુધી, સમય-સમય પર નક્કી કરેલા નિયમો તથા શરતો પ્રમાણે, ભારતીય વાયુસેનાની પણ તમામ 10 શાખાઓમાં મહિલાઓ સામેલ કરવામાં આવી છે. ભારત સરકાર સશસ્ત્ર સેનાઓમાં સ્ત્રી શક્તિને સશક્ત કરવા માટે કામ કરી રહી છે અને અમે આ દિશામાં આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએ.'

મહિલાઓ માટે બરાબરીનો માર્ગ મોકળો
14 વર્ષની લાંબા કાયદાકીય લડાઈ બાદ થલસેનામાં મહિલાઓને બરાબરીનો હક મળવાનો માર્ગ મોકળો બની ગયો છે. અત્યાર સુધી આર્મીમાં 14 વર્ષ સુધી શોર્ટ સર્વિસ કમિશનમાં સેવા આપી ચુકેલ પુરૂષ સૈનિકોને જ સ્થાયી કમિશનનો વિકલ્પ મળી રહ્યો હતો, પરંતુ મહિલાઓને આ હત નહતો. વાયુસેના અને નૌસેનામાં મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન મળી રહ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More