Home> India
Advertisement
Prev
Next

રક્ષામંત્રી રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, PoK વિશે પણ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

Rajnath Singh on POK: રક્ષામંત્રી રાજનાથ સિંહે એકવાર ફરીથી દોહરાવ્યું છે કે પીઓકે ભારતનો જ ભાગ છે. વહેલા મોડા તે પાછું આવી જશે. દિલ્હીના એક કાર્યક્રમમાં તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત હવે દુશ્મનના કોઈ પણ સુરક્ષા કવચને ભેદવાની તાકાત ધરાવે છે. 

રક્ષામંત્રી રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, PoK વિશે પણ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoK વિશે એક મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે ગુરુવારે કહ્યું કે પીઓકેમાં રહેતા લોકો ભારતના જ છે અને અમને ભરોસો છે કે એક દિવસ તેઓ અમારી સાથે આવશે. દિલ્હીમાં એક ઈવેન્ટને સંબોધિત કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત તો ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ઘણું વધારે નુકસાન પહોંચાડી શકે તેમ હતું. આમ છતાં અમે સંયમ રાખ્યો. તેમણે કહ્યું કે પીઓકેના લોકો અમારા પોતાના છે. પીઓકેના મોટાભાગના લોકો ભારત સાથે એક કનેક્શનનો અનુભવ કરે છે. ત્યાં રહેનારા કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો છે જે ભ્રમિત થયા છે. 

fallbacks

તેમણે કહ્યું કે અમને ભરોસો છે કે આ લોકો એક દિવસ સ્વેચ્છાથી ભારતના મુખ્ય પ્રવાહમાં પાછા ફરશે. હું જાણું છું કે ત્યાં એવા લોકોની મોટી સંખ્યા છે જે ભારત સાથે જોડાણ મહેસૂસ કરે છે. કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો જ ભટકી ગયા છે. પીઓકેમાં રહેતા આપણા ભાઈઓની સ્થિતિ એવી જ છે જેવી મહારાણા પ્રતાપના નાના ભાઈ શક્તિ સિંહની હતી. મહારાણા પ્રતાપની શક્તિ સિંહ વિશે કહેવાયેલી વાત તેમણે દોહરાવતા કહ્યું કે ...ત્યારે કુપંથને છોડીને સુપંથ પર સ્વયં આવી જશે, મારો જ ભાઈ છે, મારાથી દૂર ક્યાં જશે. ભારત હંમેશા દિલને જોડવાની વાત જ કરે છે. 

તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આપણું જ અંગ પીઓકે એક દિવસ પોતે જ પાછું ફરશે અને  કહેશે કે હું ભારત છું, પાછો આવ્યો છું. મારો પાક્કો વિશ્વાસ છે કે આવું થવાનું છે. પીઓકેની ભારત સાથે એક્તા આ દેશની સંપ્રભુતા, સ્વતંત્રતા અને સમૃદ્ધિ પર નિર્ભર કરે છે. આ દરમિયાન રાજનાથ સિંહે મેક ઈન ઈન્ડિયાની પણ વાત કરી.

રાજનાથ સિંહે કહ્યું કે આપણે ઓપરેશન સિંદૂર દરમિયાન અનેક સ્વદેશી હથિયારોનો ઉપયોગ કર્યો. તેમણે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી. રાજનાથ સિંહે કહ્યું કે તાકાત સાથે સંયમ પણ જોઈએ. અમે પાકિસ્તાન વિરુદ્ધ જંગમાં એ દેખાડી દીધુ. આથી અમે ઘણું બધુ કરી શકતા હતા. પરંતુ એક સ્તર પર જઈને બીજી તરફથી લગાવવામાં આવેલી સીઝફાયરની ગુહારને સ્વીકારી લીધી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More