Home> India
Advertisement
Prev
Next

રાજ્યસભા ચૂંટણી LIVE: 19માંથી 14 સીટોનું પરિણામ આવ્યું, જાણો કોને કઇ સીટ મળી

દેશના આઠ રાજ્યોની 19 રાજ્યસભા સીટો પર શુક્રવારે મતદાન થયું. કોરોનાના કાળ વચ્ચે યોજાયેલી રાજ્યસભાની સીટો પર ચૂંટણી પંચ દ્વારા ખુબ જ સાવધાની પૂર્વક મતદાન કરાવ્યું હતું. મતદાન બાદ હવે મતને ગણવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેટલાક રાજ્યોમાંથી પરિણામ પણ સામે આવવા લાગ્યા છે. હાલની માહિતી અનુસાર મધ્ય પ્રદેશની ત્રણ રાજ્યસભા સીટોમાંથી બે ભાજપનાં ખાતામાં ગઇ છે જ્યારે એક પર કોંગ્રેસે જીત મેળવી છે.

રાજ્યસભા ચૂંટણી LIVE: 19માંથી 14 સીટોનું પરિણામ આવ્યું, જાણો કોને કઇ સીટ મળી

નવી દિલ્હી : દેશના આઠ રાજ્યોની 19 રાજ્યસભા સીટો પર શુક્રવારે મતદાન થયું. કોરોનાના કાળ વચ્ચે યોજાયેલી રાજ્યસભાની સીટો પર ચૂંટણી પંચ દ્વારા ખુબ જ સાવધાની પૂર્વક મતદાન કરાવ્યું હતું. મતદાન બાદ હવે મતને ગણવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેટલાક રાજ્યોમાંથી પરિણામ પણ સામે આવવા લાગ્યા છે. હાલની માહિતી અનુસાર મધ્ય પ્રદેશની ત્રણ રાજ્યસભા સીટોમાંથી બે ભાજપનાં ખાતામાં ગઇ છે જ્યારે એક પર કોંગ્રેસે જીત મેળવી છે.

fallbacks

ચીનને પાઠ ભણાવવા માટે ભારતે આકાશમાં જાસુસી વિમાનો તહેનાત કર્યા, તણાવ ચરમ પર

મધ્યપ્રદેશ : રાજ્યમાં કુલ ત્રણ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું. જે પૈકી 2 રાજ્યસભા સીટો પર ભાજપે જીત મેળવી હતી. જ્યારે 1 પર કોંગ્રેસે જીત મેળવી હતી. મધ્યપ્રદેશમાંથી ભાજપનાં ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેરસિંહ સોલંકીએ રાજ્યસભામાં પ્રવેશ મેળવી લીધો છે. જ્યારે કોંગ્રેસનાં દિગ્વિજય સિંહે પણ જીત મેળવી છે. 

ભારતનો કોઇ સૈનિક અમારી કસ્ટડીમાં નહી, તણાવ ઘટાડવા માટેના અમારા પ્રયાસો: ચીન

મણીપુરમાં ભાજપે સીટ પર કબ્જો મેળવ્યો
ભાજપનાં રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, મણિપુરમાં ભાજપે 28 મતની સાથે રાજ્યસભાની એકમાત્ર સીટ પર કબ્જો મેળવ્યો છે. કોંગ્રેસ ઉમેદવારને માત્ર 24 મત મળ્યાં હતા. 

LIVE: ચીન સીમા વિવાદ મુદ્દે સર્વદળીય બેઠકમાં કોંગ્રેસ સિવાય તમામ પક્ષો PM સાથે સંમત

રાજસ્થાનની ત્રણ રાજ્યસભા સીટો પૈકી બે પર કોંગ્રેસનો કબ્જો છે. ભાજપનાં ખાતામાં એક સીટ આવી છે. સમાચાર એજન્સી એએનઆઇનાં અનુસાર આંધ્રપ્રદેશની ચારેય સીટો YSRCP ના ખાતામાં ગઇ છે. 

પૂર્વી લદ્દાખમાં ઘર્ષણ: મોદી સરકાર દ્વારા થઇ રહેલ ઝડપી કામથી ચીનનાં પેટમાં તેલ રેડાયું

મેઘાલય ડેમોક્રેકિટ અલાયન્સ (MDA) નાં ઉમેદવાર ડૉ. ડબલ્યુઆર ખરખુલીએ મેઘાલયમાંથી કોંગ્રેસ ઉમેદવારને હરાીને રાજ્યસભાની સીટ પર જીત મેળવી છે. ઝારખંડની બે રાજ્યસભા સીટો પૈકી એક પર ભારતીય જનતા પાર્ટી અને એક પર ઝારખંડ મુક્તિ મોર્ચાએ કબ્જો જમાવ્યો છે. 

એક્શનમાં ભારતીય વાયુસેના: પ્રમુખે લદ્દાખ કાશ્મીરમાં એરફોર્સની તૈયારીનો તાગ મેળવ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને 18 સીટો પર ચૂંટણી અટકાવી હતી. ત્યાર બાદ ચૂંટણી પંચે કર્ણાટકની ચાર સીટો અને મિઝોરમ તથા અરૂણાચલ પ્રદેશમાંથઈ એક-એક સીટો માટે ચૂંટણી લડવાની જાહેરાત કરાવી હતી. 
રાજ્યસભાની કુલ 19 સીટો પૈકી આંધ્રપ્રદેશ અને ગુજરાતની ચાર-ચાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ત્રણ-ત્રણ, ઝારખંડમાંથી બે અને મણિપુર, મિઝોર અને મેઘાલયમાંથી એક-એક સીટ પર ચૂંટણી યોજાઇ હતી. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More