Home> India
Advertisement
Prev
Next

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી

યૂપીની દસ રાજ્યસભાની સીટો ખાલી થઈ રહી છે. વિધાનસભાની સંખ્યાના હિસાબે 9 સીટનું પરિણામ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ સીટો પર 27 ઓક્ટોબરે ઉમેદવારી અને 9 નવેમ્બરે મતદાન થશે.

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માટે રાજ્યસભા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ઉત્તર પ્રદેશથી હરદીપ સિંહ પુરી, અરૂણ સિંહ, બૃજ લાલ, નીરજ શેખર, હરિદ્વાર દુબે, ગીતા શાક્ય, બીએલ શર્મા અને સીમા દ્વિવેદી ઉમેદવાર હશે. 

fallbacks

તો ઉત્તરાખંડથી નરેશ બંસલને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે યૂપીની દસ રાજ્યસભા સીટો ખાલી થઈ રહી છે. વિધાનસભા સભ્યોની સંખ્યા પ્રમાણે તેમાંથી 9 સીટોનું પરિણામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. 

fallbacks

યૂપીના ધારાસભ્યોની સંખ્યાના આધાર પર ભાજપને આઠ અને સપાને એક સીટ મળશે. બસપા અને કોંગ્રેસ પોતાના ધારાસભ્યોની સંખ્યાના આધાર પર ઉમેદવારોને રાજ્યસભામાં મોકલવાની સ્થિતિ નથી, જેના કારણે ભાજપ 9મી સીટ જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં બસપા પ્રમુખ માયાવતીએ પોતાનો ઉમેદવારો ઉતારી દીધો છે, જેના કારણે આ લડાઈ રસપ્રદ બની ગઈ છે. 

પુત્રની જગ્યાએ નરેન્દ્ર મોદી પીએમ બનવાથી સોનિયા ગાંધીનું દુખ છલકે છેઃ જાવડેકર

સપાએ એકવાર ફરીથી પ્રો. રામગોપાલ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જેણે ઉમેદવારી નોંધાવી દીધી છે. સપાના ધારાસભ્યોના આંકડાના આધાર પર રામગોપાલ યાદવની જીત નક્કી છે. ત્યારબાદ 10 મત વધારાના હોવા છતાં સપાએ કોઈ ઉમેદવાર ઉતાર્યો નથી. તેવામાં માયાવતીએ બસપાના રામજી ગૌતમને રાજ્યસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More