દેહરાદૂનઃ વસંત પંચમીના અવસર પર રાજ્યસભા સાંસદ ડૉ.સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) દેહરાદૂનની હિમગિરી ઝી યુનિવર્સિટી Himgiri Zee University) પહોંચ્યા હતા. તેમણે યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત મા સરસ્વતીની પૂજામાં ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓને વસંત પંચમીની પાઠવી શુભકામનાઓ
પૂજા બાદ ડો. સુભાષ ચંદ્રાએ હિમગીરી ઝી યુનિવર્સિટી (Himgiri Zee University) ના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને તેમને વસંત પંચમીની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમણે વિદ્યાર્થીઓ સાથે જીવનના અનુભવો પણ શેર કર્યા હતા.
वाग्देवी माँ सरस्वती के प्रांगण हिमगिरि ज़ी यूनिवर्सिटी, देहरादून में आज सरस्वती पूजन-हवन किया और पौधरोपण किया। पर्यावरण संरक्षण के लिए आप भी हर त्यौहार और मंगल पर्व पर पौधा लगाने की परम्परा विकसित करें। बसन्त पंचमी की सभी को हार्दिक शुभकामनाएं... pic.twitter.com/iNEyHedVfA
— Subhash Chandra (@subhashchandra) February 5, 2022
યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ
આ ખાસ દિવસે, વિદ્યાર્થીઓ પણ તેમની વચ્ચે ડૉ. સુભાષ ચંદ્રાને જોઇ ખૂબ જ ઉત્સાહિત હતા. વિદ્યાર્થીઓના સંબોધન બાદ રાજ્યસભાના સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ હિમગીરી ઝી યુનિવર્સિટી (Himgiri Zee University) ના કેમ્પસમાં પોતાના હાથે એક છોડ પણ રોપ્યો હતો.
પિતાના મોત બાદ માસૂમ બાળકોને રેસ્ટોરેન્ટ ભાડુ ચૂકવવાના ફાંફા, Anand Mahindra એ આ રીતે કરી મદદ
ભણાવવામાં આવે છે પ્રોફેશનલ કોર્સ
તમને જણાવી દઈએ કે હિમગીરી ઝી યુનિવર્સિટી (Himgiri Zee University) દેહરાદૂનના ચકરાતા રોડ પર સ્થિત છે. આ યુનિવર્સિટીમાં પીએચડી અને બીએ જર્નાલિઝમ જેવા ઘણા પ્રોફેશનલ અને ટેક્નિકલ અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. કોર્સ પૂરો થયા બાદ વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ અને કેમ્પસ પ્લેસમેન્ટ પણ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે