Home> India
Advertisement
Prev
Next

રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ સુષમા સ્વરાજના નિધન પર વ્યક્ત કર્યું દુખ

પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે મોડી રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 67 વર્ષના હતાં. 
 
 

રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ સુષમા સ્વરાજના નિધન પર વ્યક્ત કર્યું દુખ

નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, 'આદરણીય સુષમા જી સદેવ  તમામ ભારતીયોના દિલમાં રહેશે. મહત્વનું છે કે પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે રાત્રે એમ્સમાં નિધન થઈ ગયું હતું. તેઓ 67 વર્ષના હતાં.'

fallbacks

સુભાષ ચંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું, 'પૂરા દેશની જેમ હું પણ સ્તબ્ધ છું. વિશ્વાસ થઈ રહ્યો નથી. આદરણીયા સુષમા જી સદેવ તમામ ભારતીયોના હ્રદયમાં રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.'

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે, "ભારતીય રાજકારણના એક શાનદાર અધ્યાયનો અંત આવી ગયો છે. ગરીબોની ભલાઈ માટે અને દેશ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા નેતાના નિધન પર આખો દેશ દુઃખી છે. સુષમા સ્વરાજ કરોડો લોકોનાં પ્રેરણાસ્રોત હતાં.

સુષ્મા સ્વરાજના વધુ સમાચાર જાણવા કરો ક્લિક
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More