Home> India
Advertisement
Prev
Next

હવે રામગોપાલ યાદવે કરી દેશના ભાવિ PM અંગે 'ભવિષ્યવાણી', કહ્યું- કોંગ્રેસની કોઈ ઓકાત નથી

લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી જંગ શરૂ થઈ ગયો છે. સપા મહાસચિવ પ્રોફેસર રામગોપાલ યાદવે ભાજપ, કોંગ્રેસની સાથે પોતાના ભાઈ શિવપાલ યાદવ ઉપર પણ નિશાન સાધ્યું છે. પહેલા તબક્કાના મતદાન અગાઉ તેમણે ઝી ન્યૂઝ સાથે વાતચીત કરી. રામગોપાલ યાદવે ચૂંટણી બાદ વડાપ્રધાન પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં કોઈને પણ સ્પષ્ટ બહુમત નહીં મળે. સ્થાનિક પક્ષોમાંથી જ કોઈ દેશના આગામી વડાપ્રધાન બનશે. 

હવે રામગોપાલ યાદવે કરી દેશના ભાવિ PM અંગે 'ભવિષ્યવાણી', કહ્યું- કોંગ્રેસની કોઈ ઓકાત નથી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી જંગ શરૂ થઈ ગયો છે. સપા મહાસચિવ પ્રોફેસર રામગોપાલ યાદવે ભાજપ, કોંગ્રેસની સાથે પોતાના ભાઈ શિવપાલ યાદવ ઉપર પણ નિશાન સાધ્યું છે. પહેલા તબક્કાના મતદાન અગાઉ તેમણે ઝી ન્યૂઝ સાથે વાતચીત કરી. રામગોપાલ યાદવે ચૂંટણી બાદ વડાપ્રધાન પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં કોઈને પણ સ્પષ્ટ બહુમત નહીં મળે. સ્થાનિક પક્ષોમાંથી જ કોઈ દેશના આગામી વડાપ્રધાન બનશે. 

fallbacks

અમેઠી અને રાયબરેલમાં સમેટાઈ ગઈ કોંગ્રેસ
ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની કોઈ ઓકાત નથી. કોંગ્રેસે સપા-બસપા અને આરએલડી ગઠબંધન સાથે કોઈ પહેલ નથી કરી, આથી અમે કોંગ્રેસને ગઠબંધનથી બહાર રાખી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ફક્ત અમેઠી અને રાયબરેલી સુધી જ સિમિત છે આથી સપા બસપાએ અમેઠી અને રાયબરેલી બેઠકો પરથી ઉમેદવારો ઉતાર્યા નથી. 

શિવપાલ ભાજપના એજન્ટ
ફિરોઝાબાદ બેઠક પર કાકા (શિવપાલ) સાથે પુત્ર અક્ષય યાદવની ચૂંટણી જંગને લઈને તેમણે કહ્યું કે ફિરોઝાબાદમાં શિવપાલ યાદવની કોઈ અસર નથી. પોતાના ભાઈ શિવપાલને ભાજપના એજન્ટ ગણાવતા તેમણે કહ્યું કે તેમની સ્થિતિ એક અપક્ષ ઉમેદવાર તરીકે હશે. શિવપાલ યાદવ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે શિવપાલ યાદવ ભાજપને પૂછીને યુપીમાં પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યાં છે. 

MPની મુરૈના બેઠકથી BJPના ઉમેદવાર નરેન્દ્ર તોમરના નિવેદનથી રાજકીય ભૂકંપ 

યુપીમાં ગઠબંધનનો માહોલ
પ્રો. રામપાલ યાદવે સપા-બસપા-આરએલડી ગઠબંધનને મજબુત ગણાવતા કહ્યું કે આ વખતે ભાજપ એક કે બે સીટ જીતે તો જીતે. તેમણે કહ્યું કે યુપીમાં મહાગઠબંધનનો માહોલ છે. પછાત વર્ગની અવગણના, બેરોજગારી, ખેડૂતોની પરેશાની, મોબ લિંચિંગ વગેરે આ વખતે ચૂંટણીના મુદ્દા છે. આ સાથે જ આવારા પશુઓથી ખેડૂતો પરેશાન છે. 

નિષાદ પાર્ટીના વિલયથી કોઈ નુકસાન નથી
નિષાદ પાર્ટીના ભાજપ સાથેના ગઠબંધન પર સપા મહાસચિવે કહ્યું કે આ વિલયથી સપા-બસસપા ગઠબંધનને  કોઈ અસર થશે નહીં. સમાજવાદી પાર્ટીએ ગોરખપુરમાં સૌથી મોટા નિષાદ નેતા રામ ભુઆલ નિષાદને ટિકિટ આપી છે. અમને વિશ્વાસ છે કે તેઓ ત્યાંથી જીતશે.

જુઓ LIVE TV

સીએમ યોગીએ જાતિવાદ ફેલાવ્યો
યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર જાતિવાદ ફેલાવવાનો આરોપ લગાવતા સપા મહાસચિવ પ્રો રામગોપાલ યાદવે કહ્યું કે આજે તમામ મોટા પદો પર સીએમની બિરાદરીના લોકો બેઠા છે. શું ચૂંટણી પંચ તેમને તેમના પદેથી હટાવશે, જો ચૂંટણી પંચ નિષ્પક્ષ હોય તો તેમની જાતિના અધિકારીઓની બદલી  કરે. જેમ કે સપા સરકારમાં ચૂંટણી પંચે 10 યાદવ અધિકારીઓની બદલી  કરી હતી. 

મારા નિવેદનને પૂરું દેખાડ્યું નથી
પુલવામા હુમલા પરના વિવાદાસ્પદ નિવેદન અંગે રામગોપાલે પોતાનો બચાવ કરતા કહ્યું કે તેમના નિવેદનને પૂરું બતાવ્યું નથી. અમે સેનાનું સન્માન કરીએ છીએ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More