નવી દિલ્હી :અયોધ્યા કેસ (Ayodhya Case) ને લઈને સુપ્રિમ કોર્ટ (supreme court) હાલ પોતાનું ઐતિહાસિક જજમેન્ટ આપી રહ્યું છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Ranjan Gogoi) એ સવારે 10.30 કલાકે પોતાના નિર્ણય વાંચવાનું શરૂ કર્યું. જેમાં સૌથી પહેલા મુખ્ય ન્યાયાધીશે શિયા વકફ બોર્ડની અરજી નકારી કાઢી હતી. સુપ્રિમ કોર્ટની સંવિધાન પીઠના તમામ પાંચ જજોએ સર્વસંમતિથી નિર્ણય સંભળાવવામાં આવી રહ્યો છે.
સીજેઆઈએ કહ્યું કે, 30 મિનીટમાં સમગ્ર નિર્ણય સંભળાવવામાં આવશે. સીજેઆઈએ કહ્યું કે, બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી. 1949માં બે મૂર્તિઓ રાખવામાં આવી હતી. સીજેઆઈએ કહ્યું કે, બાબરી મસ્જિદ હિન્દુ સ્ટ્રક્ચર પર બનાવવામાં આવી છે. આ મસ્જિદ કોઈ સમતળ જગ્યા પર બનાવાઈ નથી. એએસઆઈના ખોદકામમાં 21મી સદીમાં મંદિરના પુરાવા મળ્યા. સીજેઆઈએ કહ્યું કે, ખોદકામના પુરાવાને બેધ્યાન ન કરી શકાય. ખોદકામમાં ઈસ્લામિક ઢાંચાના પુરુવા મળ્યા ન હતા. સીજેઆઈએ એમ પણ કહ્યું કે, અંગ્રેજોના આગમન પહેલા હિન્દુ ત્યાં રામ ચબૂતરા અને સીતા રસોઈ પર પૂજા થતી રહેતી હતી.
206 વર્ષથી સળગતા રામમંદિરનો ચુકાદો સંભળાવનાર CJI રંજન ગોગોઈને અપાઈ Z+ સુરક્ષા
સીજેઆઈએ કહ્યું કે, એએસઆઈની ખોદકામમાં જે પણ વસ્તુઓ મળી છે, તેને આપણે નકારી શક્તા નથી. તેમણે એમ પણ કહ્યું કે, ખોદકામમાં મળેલ દસ્તાવેજોને નકારી શકાય નહિ. ત્યારે થોડી જ વારમાં સ્પષ્ટ થઈ જશે કે આ જમીન પર માલિકાના હક કોનો હતો, સીજેઆઈએ કહ્યું કે, આસ્થા અને વિશ્વાસ પર કોઈ સવાલ નથી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે