Home> India
Advertisement
Prev
Next

પંચતત્વમાં વિલીન થયા રામવિલાસ પાસવાન, પુત્ર ચિરાગે આપી મુખાગ્નિ


દીધા ઘાટ પર રાજકીય સન્માન સાથે કેન્દ્રીય મંત્રીને અંતિમ વિદાય આપવામાં આવી. આ સમયે સીએમ નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ હાજર રહ્યા હતા. 
 

પંચતત્વમાં વિલીન થયા રામવિલાસ પાસવાન, પુત્ર ચિરાગે આપી મુખાગ્નિ

પટનાઃ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના રાજકીય સન્માન સાથે દીઘા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પુત્ર ચિરાગ પાસવાને પિતાને મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન તે બેભાન થઈને નીચે પડી ગયો હતો. ત્યાં હાજર લોકોએ ચિરાગને સંભાળ્યો હતો. આ પહેલા દીધા ઘાટ પર અંતિમ વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં સમર્થકો હાજર રહ્યાં હતા. આ તકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ દીધા ઘાટ પહોંચીને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. 

fallbacks

દીધા ઘાટ પર રાજકીય સન્માનની સાથે કેન્દ્રીય મંત્રીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. અહીં સીએમ નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ હાજર રહ્યા હતા. બધા નેતાઓએ પાર્થિવ શરીર પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી. 

મહત્વનું છે કે ગુરૂવારે સાંજે લાંબી બીમારી બાદ રામ વિલાસ પાસવાનનું નિધન થઈ ગયુ હતુ. 74 વર્ષીય રામવિલાસ પાસવાન ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના પાર્થિવ શરીરને શુક્રવારે સાંજે દિલ્હીથી પટના લાવવામાં આવ્યું હતું.    એરપોર્ટ પર રામવિલાસ પાસવાનના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. 

આ પહેલા રામવિલાસ પાસવાનના પાર્થિવ શરીરને પટના સ્થિત લોક જનશક્તિ પાર્ટીના ઓફિસમાં રાખવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો દેશના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More