Home> India
Advertisement
Prev
Next

Acharya Dharmendra બાબરી વિધ્વંસ કેસમાં 'હું આરોપી નંબર વન, સજાથી શું ડરવાનું?' કહેનારા રામાનંદી સંત આચાર્ય ધર્મેન્દ્રનું નિધન

Jaipur: વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળમાં સામેલ રહેલા 80 વર્ષના આચાર્ય ધર્મેન્દ્રનો સ્વર્ગવાસ થયો છે. બીમારીના કારણે તેઓ લગભગ 20 દિવસથી જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં હોસ્પિટલના મેડિકલ આઈસીયૂમાં તેઓ સારવાર હેઠળ હતા. 1966ના ગૌરક્ષા આંદોલનમાં, શ્રીરામ જન્મભૂમિ મુક્તિ આંદોલનમાં અને અનેક જનજાગૃત્તિ યાત્રાઓમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.

Acharya Dharmendra બાબરી વિધ્વંસ કેસમાં 'હું આરોપી નંબર વન, સજાથી શું ડરવાનું?' કહેનારા રામાનંદી સંત આચાર્ય ધર્મેન્દ્રનું નિધન

Jaipur: વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળમાં સામેલ રહેલા 80 વર્ષના આચાર્ય ધર્મેન્દ્રનો સ્વર્ગવાસ થયો છે. બીમારીના કારણે તેઓ લગભગ 20 દિવસથી જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં હોસ્પિટલના મેડિકલ આઈસીયૂમાં તેઓ સારવાર હેઠળ હતા. 1966ના ગૌરક્ષા આંદોલનમાં, શ્રીરામ જન્મભૂમિ મુક્તિ આંદોલનમાં અને અનેક જનજાગૃત્તિ યાત્રાઓમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. આચાર્ય ધર્મેન્દ્રએ જયપુરના તીર્થ વિરાટનગરના પાર્શ્વ પવિત્ર વાણગંગા તટ પર મેડગાંવમાં પોતાનું જીવન વીતાવ્યું. ગૃહસ્થ હતા છતાં પણ તેમને સાધુ સંતો સમાન આદર અને સન્માન પ્રાપ્ત હતું. પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

fallbacks

હિન્દી, હિન્દુત્વ અને હિન્દુસ્તાનના ઉત્કર્ષ માટે સમર્પિત રહ્યું જીવન
શ્રીપંચખંડ પીઠાધીશ્વર આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર મહારાજ સનાતન ધર્મના અદ્વિતિય વ્યાખ્યાકાર, પ્રખર પ્રવક્તા અને ઓજસ્વી વાણીના રામાનંદી સંત હતા. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળમાં તેઓ સામેલ રહ્યા. 1965ના ગૌહત્યા બંધ કરાવવાના આંદોલનના નેતૃત્વકર્તા હતા. આચાર્ય મહારાજનું આખું જીવન હિન્દી, હિન્દુત્વ અને હિન્દુસ્તાનના ઉત્કર્ષ માટે સમર્પિત રહ્યું. 

રામ મંદિર આંદોલનમાં સક્રિય હતા
રામજન્મભૂમિ આંદોલનના અગ્રણી સંત હતા. તેમણે તેમના પિતા મહાત્મા રામચંદ્ર વીર મહારાજનીજેમ સંપૂર્ણ જીવન ભારતમાતા અને તેમના સંતોની સેવામાં, ઉપવાસોમાં, સત્યાગ્રહો, જેલયાત્રાઓ, આંદોલન અને પ્રવાસોમાં સંઘર્ષમય રહીને સમર્પિત કર્યું. રાજસ્થાનના વિરાટનગરમાં તેમનો મઠ અને પાવનધામ આશ્રમ છે. જ્યાં તેમના પાર્થિવ દેહના વિધિ વિધાનસપૂર્વક શિષ્યો અને અનુયાયીઓ વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આચાર્ય ધર્મન્દ્ર વિશ્વ હિન્દુ પરિષદ સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા તે દરમિયાન ચર્ચમાં રહ્યા. તેઓ રામ મંદિર મુદ્દા પર ખુબ જ બેધડક નિવેદનો આપતા હતા. બાબરી ધ્વંસ મામલે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, અને ઉમા ભારતી સહિત આચાર્ય ધર્મેન્દ્રને પણ આરોપી ગણવામાં આવ્યા હતા. બાબરી વિધ્વંસ મામલે જ્યારે ચુકાદો આવવાનો હતો ત્યારે આચાર્ય ધર્મેન્દ્રએ કહ્યું હતું કે હું આરોપી નંબર વન છું. સજાથી શું ડરવાનું? જે કર્યું તે બધાની સામે કર્યું. 

ગુજરાતમાં જન્મ, જયપુરને બનાવી કર્મભૂમિ
મહાત્મા રામચંદ્ર વીર મહારાજના પુત્ર આચાર્ય ધર્મેન્દ્રનો જન્મ 9 જાન્યુઆરી 1942ના રોજ ગુજરાતના માલવાડામાં થયો હતો. તેમના પિતા મહાત્મા રામચંદ્ર વીર મહારાજના આદર્શો અને વ્યક્તિત્વનો તેમના પર પ્રભાવ પડ્યો. આચાર્યએ માત્ર 13 વર્ષની ઉંમરે વજ્રાંગ નામનું એક સમાચારપત્ર કાઢ્યું હતું. રાજસ્થાનના જયપુરમાં રહેતા આચાર્ય ધર્મેન્દ્રનો જયપુરના દિલ્હી રોડ પર કોઠપૂતળી નજીક વિરાટનગરમાં મઠ છે. તેઓ આ મઠમાં રહીને સાધના કરતા હતા. શ્રીપંચખંડ પીઠમાં સાધના કરતા આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શક રહ્યા અને ગાયોની હત્યા સંલગ્ન મોટા આંદોલનોનું નેતૃત્વ કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More