New Governor of Maharashtra: મહારાષ્ટ્ર સહિત કુલ 12 રાજ્યોના રાજ્યપાલ બદલાયા. મહારાષ્ટ્રની રાજનીતિને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યાં છે. કોશ્યરીના રાજીનામાં બાદ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે બૈસની નિયુકતી કરવામાં આવી છે. આ સમાચારો સામે આવતાની સાથે ફરી એકવાર મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. થોડા સમયથી સુસ્ત ચાલતી મહારાષ્ટ્રની રાજનીતિ ફરી એકવાર હલચલમાં આવી ગઈ છે.
રમેશ બૈસને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે ભગત સિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકારી લીધું છે. મહારાષ્ટ્રના ગવર્નર તેમજ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધા કૃષ્ણન માથુરના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સાથે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે.
આ એપિસોડમાં ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સિવાય ગુલાબચંદ કટારિયાને આસામના રાજ્યપાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગવર્નર તેમજ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધા કૃષ્ણન માથુરના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સાથે જ 12 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના નવા રાજ્યપાલની નિયુક્તિ પણ કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશના રાજ્યપાલ બિસ્વ ભૂષણ હરિચંદનને છત્તીસગઢના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સિવાય છત્તીસગઢના રાજ્યપાલ અનુસુયાને મણિપુરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સિવાય મણિપુરના રાજ્યપાલ લા ગણેશનને નાગાલેન્ડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. સાથે જ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. પૂર્વ લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈકને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે