Home> India
Advertisement
Prev
Next

રાંચી હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવને આપ્યો મોટો ઝટકો, જવું પડશે જેલ

ચારા કૌભાંડના વિભિન્ન કેસમાં સજા પામેલા લાલુ પ્રસાદ યાદવની પ્રોવિઝનલ બેઈલની અરજી રાંચી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

રાંચી હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવને આપ્યો મોટો ઝટકો, જવું પડશે જેલ

રાંચી: ચારા કૌભાંડના વિભિન્ન કેસમાં સજા પામેલા લાલુ પ્રસાદ યાદવની પ્રોવિઝનલ બેઈલની અરજી રાંચી હાઈકોર્ટે ફગાવી દીધી છે. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમોએ 30મી ઓગસ્ટના રોજ સરન્ડર કરવું પડશે. હવે જેલ મેન્યુઅલ પ્રમાણે તેમની આગળ સારવાર થશે. મેડિકલ ગ્રાઉન્ડ પર હાલ આરજેડી સુપ્રીમોને 27 ઓગસ્ટ સુધીના પ્રોવિઝનલ જામીન મળેલા છે. 

fallbacks

જસ્ટિસ અરપેશકુમાર સિંહની કોર્ટમાં લાલુ પ્રસાદ યાદવના વકીલોએ મેડિકલ ગ્રાઉન્ડ પર પ્રોવિઝનલ બેઈલની મર્યાદા વધારવાની માગણી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી. આ અગાઉ રાંચી હાઈકોર્ટે 17 ઓગસ્ટના રોજ લાલુ પ્રસાદ યાદવની પ્રોવિઝનલ બેઈલ પર સુનાવણી કરતા 27 ઓગસ્ટ સુધી આગળ વધારવામાં આવ્યાં હતાં. 

મેડિકલ ગ્રાઉન્ડ પર મળ્યા હતાં જામીન
ગત વખતે તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર પ્રોવિઝનલ જામીન મળ્યા હતાં. લાલુ યાદવનું જૂનમાં ઓપરેશન થયું હતું. ત્યારબાદ ડોક્ટરે તેમને લગભગ 3 મહિના સુધી આરામની સલાહ આપી હતી. લાલુ યાદવને હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસ, કિડની અને હાર્ટની સમસ્યા સહિત અનેક બિમારીઓ છે. પહેલા પણ તેમની સારવાર રાંચીની એમ્સમાં કરાઈ છે. લાલુ યાદવે સારી સારવાર માટે જામીન અરજી દાખલ કરી હતી. ત્યારબાદથી તેઓ સતત પ્રોવિઝનલ જામીન પર બહાર છે. 

ચારા કૌભાંડમાં થઈ છે સજા
લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડના અનેક કેસોમાં સજા થઈ છે. ત્યારબાદ તેમને જેલમાં જવું પડ્યું હતું. જેલમાં તબિયત બગડ્યા બાદ રાંચી સ્થિત રિમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમને દિલ્હીની એમ્સ લઈ જવાયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More