નવી દિલ્હીઃ કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે... કેમ કે દુબઈથી 12.56 કરોડ રૂપિયાથી વધારે કિંમતના સોનાની તસ્કરીના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે... તો તેના ઘરે DRIની તપાસમાં 2 કરોડ રૂપિયા કેશ મળી આવ્યા છે... ત્યારે રાન્યા રાવ આખરે કોણ છે?... કઈ રીતે તે DRIની ટ્રેપમાં ફસાઈ ગઈ?... જોઈશું આ રિપોર્ટમાં...
અભિનેત્રી રાન્યા રાવ હવે અલગ મુદ્દાને કારણે ચર્ચામાં છે... જે પોતાના અભિનયના કારણે ચર્ચામાં હતી... પરંતુ હાલ તે ફિલ્મો નહીં પરંતુ ગોલ્ડ તસ્કરીના કારણે ચર્ચામાં આવી છે... કેમ કે DRIએ કન્નડ ફિલ્મ અભિનેત્રીને 14.2 કિલોગ્રામ સોનાની તસ્કરીના આરોપમાં ધરપકડ કરી છે.
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ ખૂબસૂરત ચહેરા પાછળ આવું શાતિર દિમાગ પણ ચાલતું હશે... રાન્યા રાવ પર DRIની ટીમને કેમ શંકા ગઈ.. તેને ગ્રાફિક્સની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ. 33 વર્ષની અભિનેત્રી વારંવાર આંતરરાષ્ટ્રીય યાત્રાના કારણે વોચમાં હતી. તે છેલ્લાં 15 દિવસમાં 4 વખત દુબઈના પ્રવાસે ગઈ હતી. જેના કારણે કંઈક ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી હોવાની DRIને આશંકા ગઈ. પરિણામે ભારત પરત ફરતાં DRIની ટીમે ટારગેટેડ ઓપરેશન ચલાવ્યું... અને તેની ધરપકડ કરી લીધી હતી.
આ પણ વાંચોઃ 38 વર્ષની આ હસીનાએ ભજવી હતી સેક્સ વર્કરની ભૂમિકા, રેપ સીન શૂટ કર્યા બાદ ધ્રૂજવા લાગી
જોકે અહીંયા કેટલાંક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે કે અભિનેત્રીની આ પહેલાં કેમ ધરપકડ કરવામાં આવી નહીં... તો તેની પાછળ કંઈક આ કારણો જવાબદાર હોવાનું ખૂલ્યું છે.
રાન્યા રાવ IPS અધિકારી રામચંદ્ર રાવની સાવકી દીકરી છે...
તે હાલમાં કર્ણાટક રાજ્ય પોલીસ આવાસ નિગમમાં DGP છે...
એરપોર્ટ પર ઉતરતાં તે પોતાને DGPની પુત્રી ગણાવતી હતી...
પોતાને ઘરે ડ્રોપ કરવા માટે સ્થાનિક પોલીસકર્મીઓને બોલાવતી હતી...
હાલ તો અભિનેત્રીને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે... જોકે DRI એ વાતની પણ તપાસ કરી રહી છે કે સોનાની તસ્કરી કેસમાં કોઈ પોલીસકર્મીઓની સંડોવણી તો નથી... શું પોલીસ કર્મચારીઓનો અજાણે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો?...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે