Home> India
Advertisement
Prev
Next

છ વર્ષની બાળકીની રેપ પછી હત્યા, ટોંકમાં ટ્રક ડ્રાઇવરે ચોકલેટની લાલચ આપી આચરી બર્બરતા

રાજસ્થાન (Rajasthan)ના ટોંક (Tonk) જિલ્લાના ખેડલી ગામમાં શનિવારે એક 6 વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરીને સ્કૂલના બેલ્ટથી તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ હત્યારને ઝડપી લીધો છે અને પૂછપરછમાં તેણે પોતાનો ગુનો પણ કબુલી લીધો છે. 

છ વર્ષની બાળકીની રેપ પછી હત્યા, ટોંકમાં ટ્રક ડ્રાઇવરે ચોકલેટની લાલચ આપી આચરી બર્બરતા

પુરુષોત્તમ જોશી, ટોંક : રાજસ્થાન (Rajasthan)ના ટોંક (Tonk) જિલ્લાના ખેડલી ગામમાં શનિવારે એક 6 વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરીને બળાત્કાર કર્યા પછી સ્કૂલના બેલ્ટથી તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ હત્યારને ઝડપી લીધો છે અને પૂછપરછમાં તેણે પોતાનો ગુનો પણ કબુલી લીધો છે. ટ્રક ડ્રાઇવરે માહિતી આપી છે કે નશાની હાલતમાં તેણે માસુમને ચોકલેટ ખવડાવીને અને પછી જંગલમાં લઈ જઈને દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખી. 

fallbacks

હૈદરાબાદ: લેડી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા કેસમાં 2 ડ્રાઈવર સહિત 4ની ધરપકડ, CCTV ફૂટેજથી પકડાયા

ટોંકમાં બનેલી આ દુષ્કર્મ અને હત્યાની બર્બર ઘટનાની મુખ્યમંત્રી અશોક ગહલોતે નિંદા કરી છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું છે કે આ ઘટના બેહદ નિંદનીય અને શરમજનક. આ અપરાધના દોષિયોને છોડવામાં નહીં આવે. 

દેશની દીકરીઓની આ હાલત ક્યાં સુધી? હવસખોરોને ક્યારે મળશે આકરી સજા

આ ઘટનાની વિગત જોઈએ તો ટોંક જિલ્લાના અલીગઢ થાના ક્ષેત્રના ખેડલી ગામમાં મામાના ઘરે રહીને ભણતી 6 વર્ષની બાળકી રોજિંદા ક્રમ પ્રમાણે સ્કૂલે ભણવા ગઈ હતી. સ્કૂલમાં આખર તારીખ હતી એટલે બાળકોને વહેલા છોડી દેવામાં આવ્યા હતા. જોકે બાળકી ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને મામાના દીકરાએ તપાસ શરૂ કરી હતી. સાંજે પરિજનોએ શિક્ષકને ફોન કર્યો અને રાતોરાત સ્કૂલ ખોલીને પણ તપાસ કરવામાં આવી. સવારે ગ્રામજનો શૌચ માટે ખેતર ગયા ત્યારે સ્કૂલની પાછળની ઝાડીમાંથી બાળકીનું શબ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના પછી તરત પોલીસ હરકતમાં આવી હતી અને ઘટનાસ્થળથી ચોકલેટ, ગુટખા, જર્દા, દારૂની બોટલ અને નમકીન જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલામાં હૈદરાબાદ રેપ કેસની જેમ ટ્રક ડ્રાઇવરની જ સંડોવણી સામે આવી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More