Home> India
Advertisement
Prev
Next

વેક્સિન પર રાજનીતિઃ હવે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ- Vaccineનો વિપક્ષ વિરુદ્ધ થઈ શકે છે ઉપયોગ

કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ કે, એસપી નેતા અખિલેશ યાદવના નિવેદનને નજરઅંદાજ ન કરી શકાય. તેમણે કહ્યું કે, વેક્સિનનો વિપક્ષ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી શકે છે.

વેક્સિન પર રાજનીતિઃ હવે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ- Vaccineનો વિપક્ષ વિરુદ્ધ થઈ શકે છે ઉપયોગ

નવી દિલ્હીઃ કોરોના વેક્સિનના રસીકરણને લઈને શરૂ થયેલી રાજનીતિમાં વિચિત્ર નિવેદનોનો મારો ચાલી રહ્યો છે. આ પહેલા ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ (Akhilesh Yadav)એ કોરોના વેક્સિન પર આવેલા નિવેદનને હવે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી (Raashid Alvi)નો સાથ મળી ગયો છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ કે, એસપી નેતા અખિલેશ યાદવના નિવેદનને નજરઅંદાજ ન કરી શકાય. તેમણે કહ્યું કે, વેક્સિનનો વિપક્ષ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે સપા પ્રમુખે શનિવારે કહ્યું હતું કે, તે ભાજપની વેક્સિન લગાવશે નહીં. 

fallbacks

શું બોલ્યા રાશિદ અલ્વી?
કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ, જે રીતે ભાજપ અને પીએમ મોદી સીબીઆઈ, ઇનકમ ટેક્સ, ઈડીનો ઉપયોગ વિપક્ષ વિરુદ્ધ કરી રહ્યાં છે. તેનાથી લાગે છે કે અખિલેશ યાદવનો વેક્સિનને લઈને ડર યોગ્ય છે. સરકાર જે રીતે વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કામ કરી રહી છે, આ ડર વ્યાજબી છે. રાશિદ અલ્વીએ કહ્યુ કે, જે રીતે ભાજપ સરકાર વિપક્ષના નેતાઓ વિરુદ્દ છે અને તેની વિરુદ્ધ કેસ ચલાવી રહી છે. આ સિવાય સરકાર વિપક્ષના દરેક નેતાને પોલિટિકલી ખતમ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, સરકારે વેક્સિનને લઈને વિપક્ષના નેતાઓને વિશ્વાસ અપાવવો જોઈએ. 

શું બોલ્યા હતા અખિલેશ?
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યુ કે, તે કોરોના વેક્સિન લગાવશે નહીં. અખિલેશે કહ્યુ, મને ભાજપની વેક્સિન પર વિશ્વાસ નથી. પરંતુ જ્યારે ભાજપે તેને ઘેર્યા તો અખિલેશે કહ્યુ કે, તેમને વૈજ્ઞાનિકોની ક્ષમતા પર વિશ્વાસ છે. પરંજુ ભાજપના તાળી-થાળી વાળા અવૈજ્ઞાનિક વિચારો પર વિશ્વાસ નથી. 

અખિલેશે ફરી ટ્વીટ કરી કહ્યુ, 'અમને વૈજ્ઞાનિકોની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ ભાજપના તાળી-થાળી વાળા અવૈજ્ઞાનિક વિચાર અને ભાજપ સરકારની વેક્સિન લગાવવાની તે ચિકિત્સા વ્યવસ્થા પર વિશ્વાસ નથી, જે કોરોના કાળમાં ઠપ્પ પડી છે. અમે ભાજપની રાજકીય વેક્સિન નહીં લગાવીએ. સપાની સરકાર ફ્રીમાં વેક્સિન લગાવશે.'

આ પણ વાંચોઃ DCGIએ Covaxin અને Covishield ને આપી મંજૂરી, જાણો બંને રસીમાંથી કઈ વધુ અસરકારક અને કિંમત સહિત ખાસ વાતો

જયરામ રમેશે પણ કોવેક્સીન પર ઉઠાવ્યા સવાલ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, ભારત બાયોટેક પહેલા દરજ્જાની કંપની છે, પરંતુ તે ચોંકાવનારૂ છે કે વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલ સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકૃત પ્રોટોકોલ 'કોવેક્સીન' માટે સંશોધિત કરવામાં આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને તેના પર સ્પષ્ટીકરણ આપવું જોઈએ. 

2 રસીને મળી ઉમરજન્સી ઉપયોગની મંજૂરી
કોરોના રસીને લઈને બનાવવામાં આવેલી એક્સપ્રટ કમિટીએ વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજ કોવિશીલ્ડ અને બીજા દિવસે કોવેક્સીનને મંજૂરી આપી હતી. હવે આજે  DCGI એ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની 'કોવિશીલ્ડ' અને ભારત બાયોટેકની 'કોવેક્સીન'ના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. DCGIએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોવિશીલ્ડ(Covishield) અને કોવેક્સીન (Covaxin)ના ઈમરજન્સી ઉપયોગની અધિકૃત જાહેરાત કરી. ઉપરાંત ઝાયડસ કેડિલાની રસી ઝાઈકોવ-ડીના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ માટે પણ મંજૂરી મળી ગઈ છે. DCGIના જણાવ્યાં મુજબ રસીના અત્યાર સુધીના તમામ ટ્રાયલ સુરક્ષિત રહ્યા છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આજનો દિવસ ભારતીયો માટે ગર્વનો દિવસ ગણાવ્યો. 

આ પણ વાંચોઃ Corona Vaccine ને મંજૂરી મળ્યા બાદ PM મોદીની ટ્વીટ- 'વૈજ્ઞાનિકો દેશને બનાવી રહ્યા છે આત્મનિર્ભર'

નપુંસક થવાની વાત બકવાસ-DCGI ડાઈરેક્ટર
DCGIના ડાઈરેક્ટર વીજે સોમાણી(VG Somani) એ કહ્યું કે, 'અમે એવી કોઈ ચીજને મંજૂરી નહીં આપીએ, જેમાં સુરક્ષાને લઈને થોડી પણ ચિંતા હોય. રસી 110 ટકા સુરક્ષિત છે.  કોઈ પણ રસીની થોડી ઘણી આડઅસર હોઈ શકે છે, જેમ કે દુ:ખાવો, એલર્જી થવી.' આ સાથે જ તેમણે રસીના ઉપયોગથી નપુસંક થવાના સવાલ પર કહ્યું કે આ સંપૂર્ણ રીતે બકવાસ છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More