Home> India
Advertisement
Prev
Next

આજે દશેરા, રાવણના દસ માથાનું શું છે રહસ્ય? ખાસ જાણો 

દશેરાનો તહેવાર સત્યની દુરાચાર પર જીતનું પ્રતિક માનવામાં આવે છે. હિન્દુ ધર્મની પૌરાણિક કથા રામાયણ મુજબ પ્રભુ શ્રીરામે દશેરાના દિવસે જ લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. શક્તિ સમ્રાટ રાવણ અંગે અનેક એવી રસપ્રદ વાતો છે જે અંગે તમે કદાચ પહેલા પણ સાંભળ્યું હશે. જેમ કે શું રાવણને દસ માથાં માત્ર અફવા છે કે પછી ખરેખર હતાં?

આજે દશેરા, રાવણના દસ માથાનું શું છે રહસ્ય? ખાસ જાણો 

દશેરાનો તહેવાર સત્યની દુરાચાર પર જીતનું પ્રતિક માનવામાં આવે છે. હિન્દુ ધર્મની પૌરાણિક કથા રામાયણ મુજબ પ્રભુ શ્રીરામે દશેરાના દિવસે જ લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. શક્તિ સમ્રાટ રાવણ અંગે અનેક એવી રસપ્રદ વાતો છે જે અંગે તમે કદાચ પહેલા પણ સાંભળ્યું હશે. જેમ કે શું રાવણને દસ માથાં માત્ર અફવા છે કે પછી ખરેખર હતાં? રાવણને દશાનન પણ કહેતા હતાં. તેમના 10 માથા અને 20 ભૂજાઓ તરીકે દર્શાવવામાં આવ્યાં છે. રાવણ મુનિ વિશ્વેશ્રવા અને કૈકસના ચાર બાળકોમાંથી સૌથી મોટા પુત્ર હતાં. તેમને 6 શાસ્ત્રો અને ચાર વેદોનું જ્ઞાન હતું. આથી એવું કહેવાય છે કે તેઓ  પોતાના સમયના સૌથી વિદ્વાન હતાં. આવો આપણે જાણીએ કે આખરે રાવણને દસ માથા હતાં કે નહીં? 

fallbacks

તમને જાણીને નવાઈ લાગશે કે રાવણને દસ માથા નહતાં. એક માન્યતા મુજબ તેમના ગળામાં 9 મણીઓની એક માળા હતી. આ માળા રાવણના 10 માથા હોવાનો ભ્રમ પેદા કરતી હતી. રાવણને મણીઓની આ માળા તેમના માતાએ આપી હતી. 

બીજી એક માન્યતા મુજબ રાવણને રાક્ષસોના રાજા તરીકે દર્શાવવામાં આવ્યાં છે. જેમના 10 માથા અને 20 ભૂજાઓ હતી. આ જ કારણે તેમને દશાનન કહેવાતા હતાં. રાવણના દસ માથા 6 શાસ્ત્રો અને 4 વેદોનું પ્રતિક હોવાનું કહેવાતા હતાં. જે તેમને એક મહાન વિદ્વાન અને તેમના સમયના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ બનાવતા હતાં. તેઓ 65 પ્રકારના જ્ઞાન અને હથિયરોની તમામ કળાઓના જાણકાર હતાં. રાવણને લઈને અલગ અલગ અનેક કથાઓ પ્રચલિત છે. 

વાલ્મિકી રામાયણ મુજબ રાવણને દસ મસ્તક, મોટી દાઢી, તામ્બા જેવા હોઠ, અને વીસ ભૂજાઓ હતી. તેઓ કોલસા જેવા કાળા હતાં અને તેમની દસ જીભના કારણે તેમના પિતાએ તેમનું નામ દશગ્રીવ પણ રાખ્યું હતું. આ જ કારણે રાવણ દશાનન દશ્કંધન વગેરે નામથી પણ પ્રસિદ્ધ થયાં. પરંતુ હકીકતમાં એવું કહેવાય છે કે રાવણને દસ માથા નહતાં. પરંતુ તે દસ માથા કઈક ને કઈક બાબતનું  પ્રતિક હતાં. 

fallbacks

રાવણના દસ માથા આ બાબતોનું પ્રતિક ગણાય છે
રાવણ અંગે અનેક માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા મુજબ રાવણના દસ માથાં નકારાત્મક પ્રવૃત્તિઓનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ પ્રવૃત્તિઓમાં ક્રોધ, લાલચ, કામવાસના, આળસ, મોહ, ઈર્ષા, ક્રુરતા, અન્યાય, સ્વાર્થ, અહંકારનો સમાવેશ થાય છે. 

આ બધી નકારાત્મક ભાવનાઓ કે પછી પ્રેમનું વિકૃત સ્વરૂપ  છે. આમ જોવા જઈએ તો દરેક ક્રિયા, દરેક ભાવના પ્રેમનું જ એક સ્વરૂપ છે. રાવણ પણ આ બધી નકારાત્મક ભાવનાઓથી ગ્રસ્ત હતો અને આ જ કારણે જ્ઞાન તથા શ્રી સંપન્ન હોવા છતાં તેનો વિનાશ થયો. એમ કહેવું જરાય અયોગ્ય નહીં હોય કે રાવણના દસ માથા એ દર્શાવે છે કે જો તમારી પાસે જરૂર કરતા વધુ હોય તો તેનો કોઈ મતલબ નથી એટલે કે તે બધી ઈચ્છાઓ તમને વિનાશ તરફ લઈ જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More