Home> India
Advertisement
Prev
Next

59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ: રવિશંકર પ્રસાદે કહ્યું- સરકારે ચીન પર કરી ડિજિટલ સ્ટ્રાઈક

કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે (Ravishankar Prasad)  દેશમાં ચીનના મોબાઈલ એપ પર મૂક્યાયેલા પ્રતિબંધના કેન્દ્ર સરકારના નિર્ણયને ચીન ઉપર ડિજિટલ સ્ટ્રાઈક ગણાવી છે. પ્રસાદે કહ્યું કે ભારતે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક (Digital Strike) કરી છે. અમે દેશના લોકોના ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ચીનના એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. 

59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ: રવિશંકર પ્રસાદે કહ્યું- સરકારે ચીન પર કરી ડિજિટલ સ્ટ્રાઈક

નવી દિલ્હી: કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે (Ravishankar Prasad)  દેશમાં ચીનના મોબાઈલ એપ પર મૂક્યાયેલા પ્રતિબંધના કેન્દ્ર સરકારના નિર્ણયને ચીન ઉપર ડિજિટલ સ્ટ્રાઈક ગણાવી છે. પ્રસાદે કહ્યું કે ભારતે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક (Digital Strike) કરી છે. અમે દેશના લોકોના ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ચીનના એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. 

fallbacks

કેન્દ્રીય મંત્રી પ્રસાદે પશ્ચિમ બંગાળમાં કહ્યું કે, 'ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ જો કોઈ આંખ દેખાડશે તો તેને જડબાતોડ જવાબ આપતા પણ ભારતને આવડે છે.' આ પહેલીવાર બન્યું છે કે કોઈ કેન્દ્રીય મંત્રીએ ચાઈનીઝ એપ પર કરાયેલી કાર્યવાહીને ડિજિટલ સ્ટ્રાઈક ગણાવી છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ સોમવારથી જ મોદી સરકારની આ કાર્યવાહીને ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક ગણાવી રહ્યાં છે. 

આ બાજુ દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદના નિવેદન પર ચીને પોતાની પ્રતિક્રિયા પણ આપી દીધી. ચીને કહ્યું કે ભારતે ચીનની કંપનીઓ વિરુદ્ધ ભેદભાવવાળું વલણ છોડી દેવું જોઈએ. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે ભારતે ઐતિહાસિક પગલું લેતા ટિકટોક, યૂસી બ્રાઉઝર, સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધિત એપ્સની સૂચિમાં વીચેટ, બીગો લાઈવ, હેલો, લાઈકી, કેમ સ્કેનર, વીગો વીડિયો, એમઆઈ વીડિયો કોલ, શાઓમી, એમઆઈ કોમ્યુનિટી, ક્લેશ ઓફ કિંગ્સની સાથે સાથે ઈ કોમર્સ પ્લેટફોર્મ ક્લબ ફેક્ટરી અને શીઈન પણ સામેલ છે. ચીન સાથે ભારતના સરહદ વિવાદને લગભગ બે મહિના થઈ ગયા બાદ ભારતે આ પગલું લીધુ છે. સરકારે ચીનના મોબાઈલ એપને દેશની બહારની અને આંતરિક સુરક્ષા સામે મોટું જોખમ ગણાવી છે અને તેને લઈને આ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More