Home> India
Advertisement
Prev
Next

Corrona Effect : આર્થિક પેકેજની જાહેરાત પછી વ્યાજદરમાં ઘટાડાનું એલાન

કોરોના વાયરસને કારણે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંક પણ તૈયારીમાં લાગી ગઈ છે

Corrona Effect : આર્થિક પેકેજની જાહેરાત પછી વ્યાજદરમાં ઘટાડાનું એલાન

નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંક પણ તૈયારીમાં લાગી ગઈ છે સરકારના આર્થિક પેકેજના એલાન પછી આરબીઆઇએ રેપો રેટમાં 0.75% ઘટાડાની જાહેરાત કરી છે. આ સિવાય રિવર્સ રેપો રેટમાં પણ 0.90% ટકાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છેકે જો કોરોનાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ લાંબી ખેંચાશે તો દુનિયામાં મંદી આવી શકે છે અને એની અસર ભારત પર પણ પડી શકે છે. ભારતમાં કોરોનાના કારણે વિકાસદર ઓછો થશે. જોકે તેલની ઘટી રહેલી કિંમતને કારણે લાભ થશે. નોંધનીય છે કે આ જાહેરાતના કારણે લોકોના EMIમાં પણ ઘટાડો થશે. 

fallbacks

કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસ માટે લોકડાઉનની સ્થિતિ છે જેના કારણે દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવાની આશંકા છે. આ સમાચાર વચ્ચે સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારામને (Nirmala Sitharaman) ગઈ કાલે મોટી રાહત આપી છે. તેમણે જાહેરાત કરી છે કે ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે.  આ પૈસા સીધા ગરીબોના એકાઉન્ટમાં જશે. આ સિવાય દરેક ગરીબને આવતા ત્રણ મહિના સુધી 5 કિલો વધારાનું અનાજ ફ્રી મળશે. પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત 80 કરોડ લાભાર્થીઓને એનો લાભ મળશે. 

નિર્મલા સીતારામને કહ્યું હતું કે  જે કોરોના કમાન્ડો આ લડાઈ લડી રહ્યા છે તેમને 50 લાખ રૂપિયાનું લાઇફ ઇન્શ્યોરન્સ આપવામાં આવશે. આ રીતે 20 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓને વીમા કવર આપવામાં આવશે. 

નિર્મલા સીતારામને કરેલી જાહેરાત પ્રમાણે એપ્રિલના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નાખવામાં આવશે અને 8.60 કરોડ ખેડૂતોને આ રાહત આપવામાં આવશે. ત્રણ કરોડ વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોને મહિને એક હજાર રૂપિયા વધારે આપવામાં આવશે. ઉજ્જવલા સ્કીમના લાભાર્થીઓને આવતા ત્રણ મહિના સુધી ત્રણ સિલિન્ડર આપવામાં આવશે. જનધન ખાતાધારક મહિલાઓને આવતા ત્રણ મહિના સુધી 500 રૂપિયા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More