નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકના (RBI) પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશનાં મહેસુલી નુકસાન અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, વધી રહેલ મહેસુલી નુકસાન એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને એક ખુબ જ ચિંતાજનક અવસ્થા તરફ ધકેલી રહ્યું છે. બ્રાઉન યુનિવર્સિટીમાં ઓપી જિંદલ લેક્ચર દરમિયાન પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને આ ટિપ્પણી કરી હતી.
જ્યારે પ્લેનમાં ન્યૂડ થઇને સ્વીડિશ નાગરિકે હોબાળો કરવાનું ચાલુ કર્યું
આર્થિક દ્રષ્ટિકોણમાં અનિશ્ચિતતા
રાજને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાનાં ગંભીર સંકટનું કારણ અર્થવ્યવસ્થા મુદ્દે દ્રષ્ટીકોણમાં અનિશ્ચિતતા છે. તેમણે કહ્યું કે, ગત્ત ઘણા વર્ષો સુધી સારુ પ્રદર્શન કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં ઉલ્લેખનીય સ્તર પર સુસ્તી આવી છે. વર્ષ 2016નાં પહેલા ત્રિમાસિકમાં વિકાસ દર 9 ટકા રહી હતી.
VIDEO: સેમીફાઇનલમાં મળેલા પરાજય અંગે મેરીકૉમે ઉઠાવ્યા સવાલ, ટ્વીટર પર શેર કરી મેચ
જમ્મુ-કાશ્મીર: હરી સિંહ રોડ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 5 લોકો ઘાયલ
વિકાસના નવા સ્ત્રોત અંગે માહિતી મેળવવામાં નિષ્ફળતા
ભારતીય અર્થવ્યવસ્થા સુસ્તીના મુલાકાતમાંથી પસાર થઇ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં વિકાસદર છ વર્ષનાં નિચલા સ્તર 5 ટકા પર પહોંચી ગયો છે અને બીજા ત્રિમાસિકમાં તેના 5.3ની આસપાસ રહેવાની આશા છે. સમસ્યાની શરૂઆત ક્યાંથી થઇ તે અંગે ચર્ચા કરતા રાજને કહ્યું કે, પહેલી સમસ્યાનો ઉકેલ નહોતો લાવવામાં આવ્યો. તેમણે કહ્યું કે, અસલ સમસ્યા એવી છે કે ભારત વિકાસ માટે નવા સ્ત્રોતોની માહિતી મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.
પીએમ મોદીના ભત્રીજી દિલ્હીમાં ધોળા દિવસે લૂંટાયા, પર્સ ચોરીને બે બદમાશ ફરાર
વધારવું પડશે રોકાણ...
રાજને કહ્યું કે, ભારતના આર્થિક સંકટના એક લક્ષણ તરીકે જોવામાં આવવું જોઇએ, ન કે મુળ કારણ તરીકે. તેમણે વિકાસ દરમાં થયેલા ઘટાડા માટે રોકાણ, વેચાણ અને નિકાસમાં સુસ્તી તથા એનબીએફસી ક્ષેત્રે સંકટને જવાબદાર ઠેરવવામાં આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે