Home> India
Advertisement
Prev
Next

હાર્દિક પટેલને તમાચો મારનાર તરૂણ ગજ્જરે ઠાલવી વ્યથા, પાટીદાર આંદોલન સમયે થઇ હતી પરેશાની

લોકસભા ચૂંટણી 2019  (Lok Sabha elections 2019)ના પ્રચારમાં રહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પર શુક્રવારે એક અજાણ્યા વ્યક્તિએ મંચ પર ચડીને લાફો ઝીંકી દીધો હતો.  જે સમયે હાર્દિક પટેલ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ ઉમેદવાર માટે મત માંગી રહ્યા હતા. તે સમયે આ દુર્ઘટના બની હતી. આરોપીનું નામ તરુણ ગજ્જર છે. આરોપીને કોંગ્રેસ કાર્યકર્તાઓને મંચ પર જ ઢોર માર માર્યો હતો અને ત્યાર બાદ પોલીસને સોંપી દીધો હતો. 

હાર્દિક પટેલને તમાચો મારનાર તરૂણ ગજ્જરે ઠાલવી વ્યથા, પાટીદાર આંદોલન સમયે થઇ હતી પરેશાની

સુરેન્દ્રનગર : લોકસભા ચૂંટણી 2019  (Lok Sabha elections 2019)ના પ્રચારમાં રહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પર શુક્રવારે એક અજાણ્યા વ્યક્તિએ મંચ પર ચડીને લાફો ઝીંકી દીધો હતો.  જે સમયે હાર્દિક પટેલ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ ઉમેદવાર માટે મત માંગી રહ્યા હતા. તે સમયે આ દુર્ઘટના બની હતી. આરોપીનું નામ તરુણ ગજ્જર છે. આરોપીને કોંગ્રેસ કાર્યકર્તાઓને મંચ પર જ ઢોર માર માર્યો હતો અને ત્યાર બાદ પોલીસને સોંપી દીધો હતો. 

fallbacks

IRCTC હવે ઉધારમાં આપશે ટિકિટ, પૈસા વગર મળશે તમને ટિકિટ

સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દાખલ તરુણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તેમણે આ બધુ શા માટે કર્યું. તરુણનું કહેવું છે કે તેઓ ગુજરાતમાં હાર્દિક દ્વારા આયોજીત પાટીદાર આંદોલનથી ખુબ જ પરેશાન હતો. જે સમયે પાટીદાર આંદોલન થયું તે સમયે મારી પત્ની ગર્ભવતી હતી, તેનું હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મને ખુબ જ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. તે સમયે જ મે વિચારી લીધું હતું કે મે આ વ્યક્તિ (હાર્દિક પટેલ)ને ગમે તેમ કરીને સબક શિખવીશ.

તરૂણે આગળ કહ્યું કે, ત્યાર બાદ હાર્દિકની અમદાવાદમાં રેલી થઇ, મને પોતાનાં બાળકોની સારવાર માટે હોસ્પિટલ લઇને જવાનું હતું, પરંતુ તે સમયે બધુ જ બંધ હતું. હાર્દિકે માર્ગ, દુકાન બધુ જ બંધ કરાવી દીધું હતું, શું છે આ ? આ ગુજરાતનો હિટલર છે ? 

કેળાનું પાન ઓઢી બોટમાં બેઠુ હતું કપલ, યુવક જેવો કિસ કરવા ગયો તો ... VIDEO

બીજી તરફ સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બાગડિયાએ જણાવ્યું, હાર્દિક પર હુમલો કરનારો વ્યક્તિ કોઇ પણ રાજનીતિક પાર્ટીનો સભ્ય નથી. તે એક સામાન્ય માણસ છે. આ મુદ્દે કાયદા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં એક ગામમાં શુક્રવારે એક ચૂંટણી રેલી સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને એક અજાણ્યા વ્યક્તિએ લાફો ઝીંકી દીધો હતો. હાર્દિક પટેલે જેવુ ભાષણ શરૂ કર્યું, એક વ્યક્તિ અચાનક મંચ પર આવ્યો અને તેને લાફો ઝીંકી દીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More