Home> India
Advertisement
Prev
Next

સર્વદળીય બેઠકમાં વિપક્ષે કરી સીએએ, અર્થવ્યવસ્થા પર ચર્ચાની માગ, પીએમે કહ્યું- દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર

સંસદના બજેટ સત્ર પહેલા એકત્ર વિપક્ષે સરકાર તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં નાગરિકતા સંશોધન કાયદો, અર્થવ્યવસ્થા, બેરોજગારી, કાશ્મીરની સ્થિતિ, મોંઘવારી, ખેડૂતોની સમસ્યા જેવા મુદ્દા પર ચર્ચા કરાવવાની માગ કરી છે.
 

 સર્વદળીય બેઠકમાં વિપક્ષે કરી સીએએ, અર્થવ્યવસ્થા પર ચર્ચાની માગ, પીએમે કહ્યું- દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્ર પહેલા એકત્ર વિપક્ષે સરકાર તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં નાગરિકતા સંશોધન કાયદો, અર્થવ્યવસ્થા, બેરોજગારી, કાશ્મીરની સ્થિતિ, મોંઘવારી, ખેડૂતોની સમસ્યા જેવા મુદ્દા પર ચર્ચા કરાવવાની માગ કરી છે. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર વિપક્ષની વાત સાંભળવા અને દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, 'વડાપ્રધાને કહ્યું કે, અર્થવ્યવસ્થા સહિત તમામ મુદ્દો પર સાર્થક અને સમૃદ્ધ ચર્ચા થવી જોઈએ. અર્થવ્યવસ્થાને વૈશ્વિક સંદર્ભમાં જુઓ કે ભારત તેનો ફાયદો કઈ રીતે ઉઠાવી શકે છે.'

fallbacks

તેમણે જણાવ્યું કે, 'વડાપ્રધાને કહ્યું કે, સરકાર વિપક્ષની વાત સાંભળવા અને દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે. બેઠક બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે સંવાદદાતાઓને કહ્યું, 'સીએએ વિરુદ્ધ પ્રદર્શનો પર સરકારનું વલણ તેનો અહંકાર દેખાડે છે, તેણે પ્રદર્શનકારીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો નથી.' તેમણે કહ્યું, આશરે છેલ્લા સવા મહિનાથી દેશની અડધી વસ્તી રસ્તા પર છે. તેમણે કહ્યું, 'મહિલાઓ, બાળકો, વૃદ્ધો આ ઠંડીમાં રસ્તા પર છે આંદોલન કરી રહ્યાં છે પરંતુ સરકારને કોઈ ચિંતા નથી કે કોઈ જીવે કે મરે.'

આઝાદે કહ્યું કે, વિપક્ષી દળોએ જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂખ અબ્દુલ્લાને તાત્કાલિક છોડવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, સરકારનું ધ્યાન માત્ર બિલ પાસ કરવા પર છે, વિપક્ષ પણ દેશહિતમાં બિલ પાસ કરાવવામાં સહયોગ કરશે પરંતુ ઘણા એવા મુદ્દા છે જેના પર ચર્ચા થવી જોઈએ. સીએએને લઈને વિપક્ષી દળોની ટિપ્પણી વિશે પૂછવા પર સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ સંવાદદાતાઓને કહ્યું, 'વિપક્ષે આત્માવલોકન કરવું જોઈએ કારણ કે સીએએ લોકશાહી રીતે સંસદમાંથી પસાર થયું છે.'

બાપુની પુણ્યતિથિ... અને દિલ્હીના રસ્તા પર જીવીત થઈ 30 જાન્યુઆરી 1948!

કોંગ્રેસના નેતા આઝાદે કહ્યું, 'દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે, બેકારી અને બેરોજગારી છે. કાશ્મીરમાં ત્રણ..ત્રણ પૂર્વ મુખ્યપ્રધાનોને બંધ રાખવામાં આવ્યા છે. રાજકીય બંધકને છોડવામાં આવે જેથી રાજનીતિક પ્રક્રિયા શરૂ કરી શકાય. અમે આ તમામ મુદ્દા પર ચર્ચા ઈચ્છીએ છીએ. વિપક્ષ ઈચ્છશે કે સરકાર આ મુદ્દા પર સંવેદનશીલ થાય, તેના પર ગૃહમાં ચર્ચા થાય અને સમાધાન નિકળે.' કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ જણાવ્યું કે, સરકારના કેટલાક મંત્રીઓ અને ભાજપના કેટલાક સાસંદો દ્વારા અભદ્ર ભાષાના પ્રયોગનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. તે પૂછવા પર કે વડાપ્રધાને વિપક્ષ તરફથી ઉઠાવેલા મુદ્દા પર શું પ્રતિક્રિયા આપી, શર્માએ કહ્યું કે, તેમણે (વડાપ્રધાન) બધાની વાત સાંભળી. દ્રમુક અને વામ દળોએ કહ્યું કે, બેઠકમાં સીએએ, ફારૂખ અબ્દુલ્લાને છોડવા જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. દ્રમુકના ટી આર બાલૂએ કહ્યું કે, અમે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુખ અબ્દુલ્લાને તાત્કાલિક છોડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

આ સિવાય તમિલનાડુમમાં પેટ્રોલિયમ બ્લોકનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે, સરકારે બજેટ સત્ર દરમિયાન 45 બિલ રજૂ કરવા માટે નક્કી કર્યાં છે. તેમાં સાત નાણાકીય વિષય સાથે જોડાયેલા છે અને બે અધ્યાદેશથી જોડાયેલા છે. તેમણે જણાવ્યું કે, બજેટ સત્રમાં કુલ 39 બેઠકો થશે અને અમે તમામ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થી રહ્યું છે અને તે દિવસે સંસદના બંન્ને ગૃહની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંબોધિત કરશે. બજેટ સત્રનું પ્રથમ ચરણ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ એક બ્રેક હશે અને પછી બીજો ભાગ 2 માર્ચથી શરૂ થઈને 3 એપ્રિલ સુધી ચાલશે. 

Corona Virus: કોરોના વાયરસ ચીન બાદ હવે ભારતમાં દેખાયો, નોંધાયો પહેલો પોઝિટીવ કેસ

સરકાર તરફથી ગુરૂવારે બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, અધીર રંજન ચૌધરી, તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયન, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, દ્રમુકના ટીઆર બાલૂ, રાજદના મનોજ ઝા, એનપીસીની સુપ્રિયા સુલે, બીએસપીના રિતેશ પાંડે, બીજૂ જનતા દળના પ્રસન્ન આચાર્ચ વગેરે સામેલ થયા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદી, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશી, કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાન, આરપીઆઈના રામદાસ અઠાવલે, લોજપાના ચિરાગ પાસવાન વગેરે હાજર રહ્યાં હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More