પોડેંચેરી: પોડેંચેરી (Puducherry) માં એક વ્યક્તિને ફેસબુક (Facebook) પર પોસ્ટ લખીને જાહેરાત કરી છે કે જો કોઇ તેને 5 કરોડ રૂપિયા આપશે તો તે પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી (Narendra Modi) ને મારી નાખશે. આ પોસ્ટ જલદી જ વાયરલ થઇ ગઇ, ત્યારબાદ પોલીસે એક્શન લેતાં 43 વર્ષના આરોપીને અરેસ્ટ કરી લીધો હતો.
રિયલ એસ્ટેટનો વેપારી છે આરોપી
પોડેંચેરી (Puducherry) પોલીસના અનુસાર આરોપી ઓળખ સત્યનંદમ (Sathyanandam) ના રૂપમાં થઇ છે. તે આર્યનકુપ્પમ (Aryankuppam) ગામનો રહેવાસી છે અને એક રિયલ એસ્ટેટનો બિઝનેસમેન છે. ગુરૂવારે ધરપકડ બાદ તેને લોકલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો.
iphone કરતાં સવાઇ છે Mi ની ટેક્નોલોજી, તો પણ હિનાને ગમતો નથી કેમ કે હિના જરાક શોખીન છે
આરોપી વિરૂદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ દાખલ
પોલીસના જણાવ્યા અનુસાર પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સત્યનંદમ (Sathyanandam) વિરૂદ્ધ ભારતીય કલમ 505 (1) અને 505 (2) હેઠળ સાર્વજનિક શરતો માટે નિવેદન આપવા અને શત્રુતા, ધૃણાને વધારવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Airtel એ તૈયાર કર્યો 5G Service નો Roadmap, સૌથી પહેલાં આ શહેરોમાં શરૂ થશે સેવા
કાર ચાલકે આપી પોલીસને સૂચના
પોલીસે કહ્યું કે આરોપીએ ફેસબુક (Facebook) પર એક મેસેજ પોસ્ટ કરી હતો. જેમાં લખ્યું હતું કે તે પ્રધાનમંત્રીને મારવા માટે તૈયાર છે. જો કોઇ તેને 5 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થઇ જશે. એક કાર ચાલકની નજર આ ફેસબુક પોસ્ટ પર પડી, ત્યારબાદ તેને પોલીસને સૂચના આપી. પોલીસે તે વ્યક્તિના ફેસબુક એકાઉન્ટ પર તેને શોધી કાઢ્યો અને ધરપકડ કરી લીધી.
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે