Home> India
Advertisement
Prev
Next

Big News: 18 વર્ષથી મોટી ઉંમરના લોકો આ તારીખથી કરાવી શકશે કોરોના રસી માટે રજિસ્ટ્રેશન

જો તમારી ઉંમર 18 વર્ષ કે તેનાથી વધુ હોય અને તમે કોરોના રસી લેવા ઈચ્છતા હોવ તો તમારા માટે ખુબ જરૂરી અપડેટ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી મૂકાવવા માટે 24 એપ્રિલથી કોવિન એપ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 1 મેથી રસીકરણ શરૂ થશે. 

Big News: 18 વર્ષથી મોટી ઉંમરના લોકો આ તારીખથી કરાવી શકશે કોરોના રસી માટે રજિસ્ટ્રેશન

નવી દિલ્હી: જો તમારી ઉંમર 18 વર્ષ કે તેનાથી વધુ હોય અને તમે કોરોના રસી લેવા ઈચ્છતા હોવ તો તમારા માટે ખુબ જરૂરી અપડેટ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી મૂકાવવા માટે 24 એપ્રિલથી કોવિન એપ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 1 મેથી રસીકરણ શરૂ થશે. 

fallbacks

તેજીથી વધી રહેલા કોરોના ગ્રાફ બાદ નિર્ણય
દેશમાં ઝડપથી વધી રહેલા કોરોનાના ગ્રાફ પર લગામ લગાવવા માટે ભારત સરકારે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને 1 મેથી કોરોના રસી મૂકવાની મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય અધિકારીઓની સાથે ઓનલાઈન બેઠક બાદ પીએમ મોદીએ આ મહત્વનો નિર્ણય લીધો હતો. 

1 મેથી શરૂ થશે રસીકરણ
પીએમ મોદીએ કહ્યું હતું કે ગત એક વર્ષથી સરકાર પૂરેપૂરી કોશિશ કરી રહી છે કે દેશમાં વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે. આથી અમે હવે રસીકરણ પ્રક્રિયામાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો છે. 1 મેથી કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થશે અને આ દિવસે 18 વર્ષતી વધુ ઉંમરના લોકોને પણ કોરોના રસી આપવામાં આવશે. 

કોરોનાની રસી ક્યાં મૂકાવી શકશો?
રસીકરણમાં સરકારી હેલ્થ સેન્ટર્સની સાથે સાથે પ્રાઈવેટ હોસ્પિટલ્સ પણ સામેલ કરવામાં આવી છે. એટલે કે તમને તમારી પસંદના સેન્ટર પર જઈને રસી મૂકાવવાનો વિકલ્પ મળશે. કોવિડ રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો? ખાસ જાણો. 

Video: Covid-19 પોઝિટિવ આવ્યા બાદ દર્દીએ ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ? ડોક્ટર શું કહે છે ખાસ જાણો

Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More