New Dating Trend Boysober : આજના યુવા બહુ જ જલ્દીથી કોઈની પણ સાથે રિલેશનશિપમાં આવી જાય છે. તેમજ તેમના માટે રિલેશનશિપ લાંબો સમય ટકાવી રાખવી પણ બહુ મુશ્કેલ હોય છે. આ જ કારણ છે કે આજે જ્યાં જુઓ ત્યાં યંગસ્ટર્સ રિલેશનશિપમાં ફસાયેલા અનુભવે છે. જોકે, આ લોકો વચ્ચે દુનિયામાં નવા વિચારે જન્મ લીધો છે. ટોક્સિક રિલેશનશિપ, સિચ્યુએશનશિપ અને ડેટિંગ એપ્સ પર કલાકો વિતાવનારા યુવાઓ હવે આમાંથી બહાર નીકળવા માટે બોયસોબર પ્રેક્ટિસ કરતા નજર આવી રહ્યાં છે. આ ટ્રેન્ડ આજના યંગસ્ટર્સમાં તેજીથી ફેલાયો છે. લોકો પોતાને સમય આપી રહ્યાં છે, અને પોતાના ગ્રોથ માટે વિચારી રહ્યાં છે. મુસીબતોથી નીકળવા માટે યુવાઓમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે. હાલ બોયસોબર રિલેશનશિપની નવી વ્યાખ્યા બની છે. જેના પર યુવા વર્ગ વધુ ફોકસ કરી રહ્યાં છે. આખરે આ બોયસોબર ટ્રેન્ડ શું છે તે જોઈએ.
શું છે બોયસોબર
બોયસોબર એક કોમન શબ્દ છે, જે યુવક અને યુવતી બંને માટે ઉપયોગમાં લેવાય છે. જો તમે ટોક્સિક રિલેશનશિપની સાથે જીવવાનું છોડવા માંગો છો, અને પોતાના ગ્રોથ પર ફોકસ કરવા માંગો છો. ભવિષ્ય સારું બનાવવા માટે કંઈક નવુ શીખવા માંગો છો, તમે બીજા પાસેથી પ્રેમની અપેક્ષા રાખવા નથી માંગતા તો તમે બોયસોબર બની રહ્યા છો. આ એક પ્રકારનું સેલ્ફ લવ છે.
ઉલ્લેખનીય છે કે, બોયસોબર પ્રેક્ટિસ હાલ યુરોપ તથા અમેરિકામાં વધુ ટ્રેન્ડમાં આવી છે. જોકે, હવે તો ભારતીય યુવાઓ પણ તેને અપનાવી રહ્યાં છે. ખાસ કરીને એ યુવાઓ જે શહેરોમાં રહીને તોતિંગ પગારવાળી નોકરી કરી રહ્યાં છે.
કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે... PM મોદીએ કચ્છીઓને આપ્યો નવા વર્ષનો ખાસ મેસેજ
કેવી રીતે શરૂ થયો આ ટ્રેન્ડ
મીડિયા રિપોર્ટ અનુસાર, સૌથી પહેલા અમેરિકી કોમેડિયન હોપ વુડાર્ડે બોયસોબર શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેના બાદ આ ટર્મ યુવાઓની વચ્ચે હોટ ફેવરિટ બની ગયો. તેનો હેતુ સમજમાં આ્વયા બાદ હવે દરેકમાં બોયસોબર બનવાની ઈચ્છા જાગી છે. હવે આ ટ્રેન્ડ ધીરે ધીરે પ્રસરી રહ્યો છે.
બોયસોબર બનવાના નિયમો
હોપ વુડાર્ડે બોયસોબર બનવાના નિયમો પણ બતાવ્યા છે. તેમના અનુસાર, જો તમે ટોક્સિક રિલેશનશિપને સ્વીકારતા નથી, કોઈ પણ સિચ્યુએશનમાં ફસાવવા નથી માંગતા, ન તો કોઈ ડેટિંગ એપના ચક્કરમાં ફસાવવા માંગો છો. જિંદગીમાં તમે આગળ વધવા માંગો છો, અને તમારા જીવન પર ફોકસ કરવા માંગો છો, અને કંઈક નવુ એક્સપ્લોર કરવા માંગો છો, જેનાથી તમને ખુશી મળે, અને એ બાબત તમે કોઈ પણ રોકટોક વગર કરવા માંગો છો.
માતા-પિતા પણ ઈચ્છે છે કે તેમના બાળકો બોયસોબર બને
આજની દુનિયામાં, સોશિયલ મીડિયાનો ઉપયોગ યુવાનોની પ્રગતિમાં અવરોધે છે, પરંતુ માતાપિતા ઇચ્છે છે કે તેમના બાળકો તેમાંથી કેટલીક બાબતો શીખે. તેથી જ તેઓ બોયસોબરને પણ પસંદ કરે, જેથી તેમનું બાળક પણ સોશિયલ મીડિયા પર વાયરલ રિલેશનશિપ શબ્દને અનુસરીને જીવનમાં કંઈક સારું કરવા તરફ આગળ વધે. ઝેરી સંબંધોમાં ફસાઈ ન જઈને સફળતા મેળવો.
સુરત બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં 7 લોકોના મૃતદેહ મળ્યા, હજી પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે