Home> India
Advertisement
Prev
Next

Sikkim Nathu La Avalanche: સિક્કિમમાં હિમસ્ખલનથી 6 લોકોના મોત, 22 પર્યટકોને રેસ્ક્યૂ કરાયા

Sikkim Avalanche: સિક્કિમના નાથુ લા દર્રામાં હિમસ્ખલનમાં ઘણા ટૂરિસ્ટો ફસાયા હોવાની આશંકા છે. અહીં તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 

Sikkim Nathu La Avalanche: સિક્કિમમાં હિમસ્ખલનથી 6 લોકોના મોત, 22 પર્યટકોને રેસ્ક્યૂ કરાયા

સિક્કિમઃ સિક્કિમમાં આવેલા ખતરનાક હિમસ્ખલનમાં છ પર્યટકોના મોત થઈ ગયા છે. જ્યારે 11 જેટલા પર્યટકો ઈજાગ્રસ્ત થવા હોવાનું સામે આવ્યું છે. આ હિમસ્ખલન ગંગટોક અને નાથુ લા દર્રોને જોડનાર જવાહર લાલ નેહરૂ રોડ પર મંગળવારે બપોરે 12.20 કલાકે થયો છે. જાણવા મળી રહ્યું છે કે હજુ મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં ફસાયેલા છે. આ ફસાયેલા પર્યટકોની સંખ્યા 80 હોવાનું સામે આવ્યું છે. આ લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

fallbacks

હિમસ્ખલન દરમિયાન 150 થી વધુ પ્રવાસીઓ આ વિસ્તારમાં હોવાના અહેવાલ છે. બપોરે 12 વાગ્યાની આસપાસ હિમસ્ખલન થયું હતું. હાલમાં સિક્કિમ પોલીસ, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સિક્કિમ, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સિક્કિમ પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ (ચેક પોસ્ટ) સોનમ તેનજિંગ ભૂટિયાએ જણાવ્યું કે મૃતકોમાં ચાર પુરૂષ, એક મહિલા અને એક બાળક સામેલ છે. તેમાંથી હજુ કોઈની ઓળખ થઈ શકી નથી. બરફમાં ફસાયેલા 22 પર્યટકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રોડ પરથી બરફ હટાવ્યા બાદ 350 ફસાયેલા પર્યટકો અને 80 વાહનોને બચાવવામાં આવ્યા છે. 

હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
બચાવ કાર્યમાં સેનાની સાથે-સાથે રાજ્ય પોલીસ અને સ્થાનીક વોલેન્ટિયર્સ પણ લાગેલા છે. જાણકારી પ્રમાણે સાંજે ત્રણ કલાક સુધી ફસાયેલા 80 પર્યટકોમાંથી 30ને બહાર કાઢવામાં મદદ મળી છે. હજુ સુધી 50 જેટલા પર્યટકો બરફની નીચે ફસાયેલા છે. બહાર કાઢવામાં આવેલા બધા પર્યટકોને પ્રદેશની રાજધાની ગંગટોકની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં બધાની સારવાર ચાલી રહી છે. 

પ્રતિબંધિત વિસ્તારથી આગળ પહોંચી ગયા પર્યટક
સિક્કિમમાં છેલ્લા કેટલાક મહિનાથી સતત બર્ફવર્ષા થઈ રહી છે. તેના કારણે પર્યટકોને જવાહરલાલ નેગરૂ રોડ પર સ્થિત 12માં મીલ પોઈન્ટ સુધી જવાની મંજૂરી હતી. સિક્કિમના અધિકારીઓનું કહેવું છે કે પ્રતિબંધ છતાં પર્યટક 15મી મીલ સુધી પહોંચી ગયા હતા અને ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More