Home> India
Advertisement
Prev
Next

શહીદ ઓરંગઝેબના પિતાએ વડાપ્રધાન મોદીને કરી ભાવુક અપીલ

શહીદ જવાન ઓરંગજેબના પિતા મોહમ્મદ હનીફે વડાપ્રધાન મોદીને અપીલ કરી કે તેઓ પાકિસ્તાનની તરફથ ફરી એકવાર મિત્રતાનો હાથ લંબાવે

શહીદ ઓરંગઝેબના પિતાએ વડાપ્રધાન મોદીને કરી ભાવુક અપીલ

નવી દિલ્હી : શૌર્ય ચક્રથી સન્માનિત રાષ્ટ્રીય રાઇફલ્સના શહીદ જવાન ઔરંગજેબના પિતા મોહમ્મદ હનીફે વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે તેઓ પાકિસ્તાન તરફ ફરી એકવાર મિત્રતાનો સંદેશ મોકલે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન મોદીને અપીલ કરૂ છું કે તેઓ ઇમરાન ખાનને મળે. બંન્ને દેશો વચ્ચે એવી સમજદારી હોવી જોઇએ કે કોઇ પણ વ્યક્તિ મૃત્યુ ન પામે અને બંન્ને દેશો વિકાસના રસ્તે આગળ વધે. 

fallbacks

રાઇફલમેન ઓરંગઝેબને આતંકવાદીઓએ જુન મહિનામાં પુલવામાંથી અપહરણ કરીને તેની ક્રુરતા પુર્વક હત્યા કરી દીધી હતી. તે સમયે તે ઇદ મનાવવા માટે રજા લઇને પોતાના ઘેર આવી રહ્યા હતા. તેના પિતાએ સિદ્ધુની પાકિસ્તાન યાત્રા અંગે કહ્યું કે, સિદ્ધુ સાહેબ પાકિસ્તાની સૈન્ય પ્રમુખને મળ્યા, તેમણે અમારી મુલાકાત પણલેવી જોઇતી હતી. જો ઇમરાન સાહેબ મિત્રતા માટે આગળ ડગ માંડ્યું હોત તો અમે 100 કદમ તેમની સામે મિત્રતા માટે ઉઠાવીશું. 

સારા વાતાવરણની જરૂર
ઓરંગઝેબના પિતાએ સિદ્ધુની યાત્રાનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, બંન્ને દેશો વચ્ચે સદ્ભાવ એકમાત્ર રસ્તો છે. માટે ભારત અને પાકિસ્તાને આ દિશામાં આગળ વધીને વાતચીતને ફરી એકવાર ચાલુ કરવી જોઇએ. તેમણે વડાપ્રધાન મોદીને ભાવુક અપીલ કરતા કહ્યું કે, તેઓ આ દિશમાં પહેલ કરે. તેમણે કહ્યું કે, તેમની ઇચ્છા છે કે વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાનની વચ્ચેવાતચીત થાય અને હાલનો વિવાદ છે તે ઉકેલાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More