Home> India
Advertisement
Prev
Next

મમતા બેનરજી Vs સીબીઆઈ વિવાદ વચ્ચે ઋષિકુમાર શુક્લાએ CBIના વડા તરીકે પદભાર સંભાળ્યો

સીબીઆઈના નવા નિમાયેલા ડીરેક્ટર ઋષિકુમાર શુક્લાએ આજથી તપાસ એજન્સીના વડા તરીકે પદભાર સંભાળ્યો. ભારતીય પોલીસ સેવા (આઈપીએસ)ના 1983ની બેચના અધિકારી શુક્લાએ એવા સમયે સીબીઆઈના વડા તરીકે ચાર્જ હાથમાં લીધો છે જ્યારે એજન્સી અને કોલકાતા પોલીસ વચ્ચેના વિવાદે રાજકીય સ્વરૂપ લઈ લીધુ છે અને કેન્દ્ર તથા પશ્ચિમ બંગાળ સરકાર આમને સામને છે. 

મમતા બેનરજી Vs સીબીઆઈ વિવાદ વચ્ચે ઋષિકુમાર શુક્લાએ CBIના વડા તરીકે પદભાર સંભાળ્યો

નવી દિલ્હી: સીબીઆઈના નવા નિમાયેલા ડીરેક્ટર ઋષિકુમાર શુક્લાએ આજથી તપાસ એજન્સીના વડા તરીકે પદભાર સંભાળ્યો. ભારતીય પોલીસ સેવા (આઈપીએસ)ના 1983ની બેચના અધિકારી શુક્લાએ એવા સમયે સીબીઆઈના વડા તરીકે ચાર્જ હાથમાં લીધો છે જ્યારે એજન્સી અને કોલકાતા પોલીસ વચ્ચેના વિવાદે રાજકીય સ્વરૂપ લઈ લીધુ છે અને કેન્દ્ર તથા પશ્ચિમ બંગાળ સરકાર આમને સામને છે. 

fallbacks

સીબીઆઈના પ્રવક્તા નીતિન વાકણકરે જણાવ્યું કે આઈપીએસ આર કે શુક્લાએ સોમવારે સીબીઆઈના ડિરેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો. મધ્ય પ્રદેશ પોલીસના પૂર્વ ડીજીપી અને ગુપ્તચર વિભાગના અનુભવી અધિકારી શુક્લાના પૂર્ણ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળવાથી એજન્સીના કામકાજમાં સ્થિરતા આવવાની શક્યતા છે. 

આટલા હજાર કરોડનું છે શારદા ચીટ ફંડ કૌભાંડ, જેના લીધે મમતા અને CBI છે આમને સામને 

એજન્સી પહેલેથી જ પૌંજી કૌભાંડો મામલે પશ્ચિમ બંગાળ સરકારની કાર્યવાહીને પડકારીને સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય લઈ ચૂકી છે. સીબીઆઈના વચગાળાના ડિરેક્ટર એમ નાગેશ્વર રાવની સ્થિતિ કઈંક અજીબોગરીબ થઈ ગઈ અને તેઓ પશ્ચિમ બંગાળ પોલીસની આ કાર્યવાહીનો કોઈ તત્કાળ જવાબ આપી શક્યા નહીં. 

પશ્ચિમ બંગાળમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરવા ગયેલી સીબીઆઈની ટીમની અટકાયત કરી લેવાઈ અને ઓફિસો પણ ઘેરી લેવાઈ હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રની કથિત મનમાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહના આ પગલાને તેમના વિરુદ્ધ અપમાન ગણીને રવિવારે સાંજે ધરણા પર બેસી ગયા હતાં. 

MamatavsCBI: સુપ્રીમ કોર્ટે CBI પાસે માંગ્યા પુરાવા, સુનાવણી આવતી કાલ પર ટળી

સીબીઆઈની એક ટીમ શારદા અને રોઝ વેલી કૌભાંડો મામલે અચાનક કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરવા માટે તેમના ઘરે પહોંચી હતી. ત્યારબાદ આ મામલાએ તૂલ પકડ્યો હતો. પશ્ચિમ બંગાળ પોલીસે સીબીઆઈની ટીમને દરવાજા ઉપર જ રોકી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જવાઈ. 

રાજ્ય પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ પોલીસે આ પગલું એટલા માટે ભર્યું કારણ કે એજન્સીના અધિકારીઓ પાસે કોઈ વોરન્ટ નહતું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More