Home> India
Advertisement
Prev
Next

Rishiganga Power Project: વિવાદિત રહ્યો છે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ, આજે ઉત્તરાખંડ માટે બન્યો 'શ્રાપ'

પ્રકૃતિ આપણને અનેકવાર સુધરવાની તક આપે છે. પરંતુ તેના પર ધ્યાન ન આપવાના ગંભીર પરિણામ ભોગવવા પડે છે. લગભગ 15 વર્ષથી નિર્માણધીન આ પાવર પ્રોજેક્ટ 150 જેટલા મજૂરો માટે શ્રાપ બની ગયો. 

Rishiganga Power Project: વિવાદિત રહ્યો છે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ, આજે ઉત્તરાખંડ માટે બન્યો 'શ્રાપ'

ચમોલી: જોશીમઠ પાસે આવેલા રૈણી ગામ (Raini Village) માં આજે ભારે તબાહી મચી, ગ્લેશિયર તૂટવાના કારણે અનેક ગામડા ભીષણ સંકટમાં છે અને આ ભયાનક દુર્ઘટનાને જોતા કેદારનાથ ત્રાસદી પણ સતત ધ્યાનમાં આવી રહી છે. જેનું એક કારણ એ છે કે એકવાર પ્રકૃતિના થપાટ ખાધા પછી પણ આપણે સુધર્યા નથી. 

fallbacks

આ વાત એટલા માટે યાદ આવે છે કારણ કે આજે ચમોલી ઉત્તરાખંડના વિસ્તારમાં જે તબાહી જોવા મળી છે તેનો ડર તે સમયથી હતો જ્યારે Rishiganga Power Project બનવાનો શરૂ થયો હતો. આ પાવર પ્રોજેક્ટ રૈણી ગામ (Raini Village) માં છે. મગજ પર થોડો ભાર આપીએ તો રૈણી ગામનું નામ સાંભળતા જ ગૌરા દેવીની યાદ આવે છે. એ જ ગૌરા દેવી જે ચિપકો આંદોલનના પ્રણેતા તરીકે ઓળખાય છે. 

Uttarakhand: જોશીમઠમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 150 મજૂરો ગુમ, પાવર પ્રોજેક્ટનો ખુડદો બોલાયો

ગ્રામીણોએ લગાવ્યા મોટા આરોપ
વર્ષ 2019ના મે મહિનામાં ઉત્તરાખંડ હાઈકોર્ટમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ વિરુદ્ધ રૈણી ગામના લોકો પહોંચ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે Rishi Ganga Power Project ની કંપની ગ્રામીણોને કરેલા પોતાના વચનોથી ફરી ગઈ છે અને સાથે સાથે કંપનીના લાભ માટે પર્યાવરણ સાથે મોટા પાયે રમત કરી રહી છે. 

તેમણે આરોપ લગાવ્યો કે કંપની પર્યાવરણ માપદંડોને બાજુમાં ધકેલીને નદી તટ પર વિસ્ફોટકોથી પથ્થર તોડી રહી છે. આ સાથે જ આંદોલનના પ્રણેતા ગૌરાદેવી તથા સાથીઓના જંગલમાં પ્રવેશ કરવા માટે બનાવવામાં આવેલા ઐતિહાસિક માર્ગને પણ બંધ કરી દીધો છે. ત્યારે આ અરજી પર કડકાઈ દર્શાવતા હાઈકોર્ટે તેને કંપની તરફથી કરાયેલી અંધરગર્દી ગણાવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કોર્ટે આ મામલે કેન્દ્ર તથા રાજ્ય સરકારને જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા. 

વિવાદિત રહ્યો છે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ
ઋષિગંગા પાવર પ્રોજેક્ટ 2005માં શરૂ થયો હતો. તેને રૈણી ગામમાં બનાવવાની યોજના સાથે કહેવાયું હતું કે નદી માર્ગોને કોઈ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં. આ સાથે જ  એવું પણ કહેવાયું હતું કે નદીના કિનારા પર વિસ્ફોટક પ્રહાર નહીં થાય. જોશીમઠ-ચમોલીથી થઈને વહેતી પહાડી નદીઓ ધૌલીગંગા, અલકનંદા ધરોહર છે અને સાથે જ મુખ્ય નદી ગંગા માટે વોટર ચાર્જની જેમ પણ કામ કરે છે. 

પ્રાકૃતિક રીતે પણ અહીંની જમીન સીલી, ભેજbeNr, પહાડી-પથરાળ અને નબળી છે. આ ઉપરાંત અનેક પરતોથી પસાર થઈને નદીઓ વહે છે. આથી ભારે નિર્માણ લાયક જમીન રહેતી નથી. ગ્રામીણોએ આ તથ્ય અંગે અનેકવાર અવાજ ઉઠાવ્યો હતો.

આજે 150 મજૂરોના મોતની સેવાઈ રહી છે ભીતિ
પ્રકૃતિ આપણને અનેકવાર સુધરવાની તક આપે છે. પરંતુ તેના પર ધ્યાન ન આપવાનું પરિણામ છે ભારે ત્રાસદી. કેદારનાથ ત્રાસદીમાં પણ આવું જ થયું હતું. રવિવારે ગ્લેશિયર તૂટવાના કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું અને લગભગ 15 વર્ષથી નિર્માણધીન આ પાવર પ્રોજેક્ટ લગભગ 150 મજૂરો માટે શ્રાપ બની ગયો. એવું જાણવા મળ્યું છે કે 100થી 150 મજૂરો ગુમ છે અને તેમનું શું થયું તે ખબર નથી. પરંતુ પ્રકૃતિ સાથે છેડછાડનું પરિણામ શું હોઈ શકે છે, ત્રાસદીઓ તેની સાક્ષી છે.  

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More