Home> India
Advertisement
Prev
Next

Covid-19 news : તહેવારોની સીઝનમાં કોરોનાની થર્ડ વેવનો ખતરો? સાંભળો ડો. ગુલેરિયાની મહત્વની સલાહ

ડોક્ટર ગુલેરિયાએ લોકોને અપીલ કરી છે કે તહેવારો ઉજવો, ખુશી મનાવો પરંતુ તે ધ્યાન રાખો કે તહેવારોમાં ખુશી ઘરે લાવો, કોરોના સંક્રમણ નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુલેરિયાનું એક વીડિયો નિવેદન જાહેર કર્યુ છે, જેમાં તેમણે લોકોને તહેવારો દરમિયાન વધુ સાવચેતી રાખવાની અપીલ કરી છે. 

Covid-19 news : તહેવારોની સીઝનમાં કોરોનાની થર્ડ વેવનો ખતરો? સાંભળો ડો. ગુલેરિયાની મહત્વની સલાહ

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનની સાથે દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા પણ વધી ગઈ છે. બીજી લહેરની શરૂઆત પણ આ રીતે તહેવારોની સીઝનમાં થઈ હતી જ્યારે આ વર્ષે માર્ચ મહિનામાં હોળી બાદ કોરોનાના કેસ અચાનક વધવા લાગ્યા હતા. એક-દોઢ મહિનામાં બીજી લહેરે એવી ગતિ પકડી લીધી જેનાથી હાહાકાર મચી ગયો હતો. ક્યાંક ઓક્સિજનની કમી તો ક્યાંક દવાઓની કમી, ક્યાંક બેડની કમી તો રસ્તાઓ પર જીવ ગુમાવતા લોકો. બીજી લહેરની પિકના સમયને યાદ કરતા મગજમાં હજુ તે ભયાનક તસવીરો સામે આવી જાય છે. હવે બીજી લહેર કાબુમાં છે પરંતુ આગળ દશેરા, દિવાળી, છઠ જેવા તહેવારો ત્રીજી લહેરનો ખતરો વધારી રહ્યાં છે. તેવામાં એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાની સલાહ બધાએ સાંભળવી જોઈએ. 

fallbacks

તહેવારોમાં ખુશી ઘરે લાવો, કોરોના સંક્રમણ નહીં
ડોક્ટર ગુલેરિયાએ લોકોને અપીલ કરી છે કે તહેવારો ઉજવો, ખુશી મનાવો પરંતુ તે ધ્યાન રાખો કે તહેવારોમાં ખુશી ઘરે લાવો, કોરોના સંક્રમણ નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુલેરિયાનું એક વીડિયો નિવેદન જાહેર કર્યુ છે, જેમાં તેમણે લોકોને તહેવારો દરમિયાન વધુ સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું- મારી બધા લોકોને તે સલાહ રહેશે કે તમે તહેવારો મનાવો પરંતુ તે રીતે ઉજવો જેનાથી આ ઇન્ફેક્શન ન ફેલાય. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અપનાવો. તે પણ યોગ્ય નથી કે આપણે તહેવારોની ઉજવણી કરી પરંતુ તેના કારણે આપણા વિસ્તારમાં કેસ વધી ગયા અને ઘણા લોકોએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, આઈસીયૂમાં જવું પડ્યું. આ તહેવારની એક નેગેટિવ ઇફેક્ટ થઈ જશે. તેથી તહેવાર પણ મનાવો, ખુશીઓ પણ રાખો પરંતુ કોવિડ એપ્રોપિએટ બિહેવિયરની સાથે. 

'સમજવું પડશે કે વાયરસ હજુ હાજર છે'
ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ- આપણી ફેસ્ટિવ સીઝન શરૂ થઈ રહી છે. ઘણા તહેવાર આવી રહ્યા છે જેની ઉજવણી આપણે પરિવાર અને મિત્રો સાથે કરવા ઈચ્છીએ છીએ. પછી તે દશેરા હોય, દૂર્ગા પૂજા હોય, કડવા ચોથ, દિવાળી હોય કે છઠ પૂજા હોય, આવા અનેક તહેવારો આવી રહ્યાં છે. પરંતુ જેમ-જેમ આ તહેવારો આવી રહ્યાં છે તો આપણે સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે તે સમજવું પડશે કે આ વાયરસ હજુ હાજર છે અને તે વાયરસ તક શોધી રહ્યો છે કે કઈ રીતે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય. 

આ પણ વાંચોઃ આખરે આ રેવ પાર્ટી કઈ બલા છે? એવું તે શું હોય છે કે લોકો ગાંડા થઈ જાય છે, ખાસ જાણો

માસ્ક, હેન્ડ સેનેટાઇઝેશન, ફીઝિકલ ડિસ્ટેન્સિંગ... આ બચાવશે કોરોનાથી
ગુલેરિયાએ કહ્યુ- કોરોનાને રોકવા માટે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર ખુબ જરૂરી છે. હંમેશા માસ્ક પહેરીને રાખો, તેને સારી રીતે લગાવી રાખો જેનાથી આપણે ઇન્ફેક્શન ન થાય અને આપણાથી કોઈને ઇન્ફેક્શન ન થાય. ફીઝિકલ ડિસ્ટેન્સિંગ રાખો, જેનાથી વાયરસ વધુ ન ફેલાય. હાથ નિયમિત ધોવો અને ભીડ ભેગી ન થવા દો. જો આપણે ભીડભાડવાળી જગ્યા પર હોય તો તેનાથી બચો. 

દેશમાં કોરોના એક્ટિવ કેસ 203 દિવસમાં સૌથી ઓછા
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18333 નવા કેસ સામે આવ્યા. આ દરમિયાન કોરોનાથી 278 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 24770 સંક્રમિતો સાજા થયા છે, ત્યારબાદ અત્યાર સુધી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,31,75,656 થઈ ગઈ છે. ભારતનો રિકવરી રેટ 97.94 ટકા છે, જે માર્ચ 2020 બાદ સૌથી વધુ છે. કોરોનાના એક્ટિવ કેસ હાલ 2,46,687 છે, જે 203 દિવસમાં સૌથી ઓછા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More