પટણા: પહેલા ઉત્તર પ્રદેશ, પછી પશ્ચિમ બંગાળ અને હવે કદાચ બિહાર, જ્યાં મહાગઠબંધનની પરિકલ્પના ચૂંટણી પહેલા ધ્વસ્ત થતી જોવા મળી રહી છે. આજે એટલે કે મંગળવારે બિહારમાં ચાલી રહેલા મહાગઠબંધનના ઘટક દળોની વચ્ચે બેઠક શેરિંગને લઇને જાહેરાત થવાની હતી. જે હાલમાં વિલંબીત થતી જોવા મળી રહી છે. હવે હોળી બાદ તેની જાહેરાત થવાના અણસાર દેખાઇ રહ્યાં છે.
વધુમાં વાંચો: પ્રિયંકાના વારાણસી પ્રવાસ પહેલા આવ્યો નવો વિવાદ, વકીલોએ મંદિર દર્શન પર ઉઠાવ્યો વાંધો
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) કોંગ્રેસને માત્ર 8 બેઠક આપવા પર બંધાયેલ છે. ત્યારે, કોંગ્રેસ 11 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત પહેલાથી જ કરી ચૂકી છે. તેના માટે ઉમેદવારોનું લિસ્ટ પણ દિલ્હી મોકલી દેવામાં આવ્યું છે.
આ વચ્ચે કોંગ્રેસ નેતાઓ દ્વારા સતત આરજેડીના નેતા તેજસ્વી યાદવને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની સોમવારની મુલાકાત પણ થઇ શકી ન હતી. આ વચ્ચે આરજેડીએ કોંગ્રેસને સાંજે 4 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.
વધુમાં વાંચો: Video: રાહુલના કાર્યક્રમમાં PM મોદીના સમર્થનમાં લાગ્યા નારા, લોકોએ કહ્યું- કાર્યક્રમ છોડી દો
આરજેડીએ કોંગ્રેસથી કહ્યું છે કે, સાંજે 4 વાગ્યા સુધીમાં નિર્ણય કરી લે, નહીતો તો આરજેડી તેમનું સ્ટેન્ડ લેશે. ત્યારે, બિહાર કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન ઝા અને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી શક્તિ સિંહ ગોહિલે તેમના ફોન બંધ કરી દીધા છે.
વધુમાં વાંચો: પ્રમોદ સાવંત બન્યા ગોવાના નવા મુખ્યમંત્રી, અડધી રાતે મંત્રીઓ સાથે લીધા શપથ
કોંગ્રેસના એક નેતાએ નામ જાહેર ના કરવાની શરત પર કહ્યું કે, લાલૂ પ્રસાદની અનુપસ્થિતિમાં આરજેડીના સર્વેસર્વા તેજસ્વી યાદવ છે. તેમની ઉચ્ચ મહત્વાકાંક્ષાના કારણે સ્થિતિ બગડી છે. એક બાજુ તેઓ બેઠક વહેંચણીને લઇને ટ્વિટ કરી સલાહ આપી રહ્યાં છે. ત્યારે પોતાની બેઠકો ઓછી કરવા માટે તૈયાર નથી. જ્યારે રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસની ગણતરી આઠ બેઠકો પર કરવામાં આવી રહી છે.
વધુમાં વાંચો: શીલા દીક્ષિતે રાહુલ ગાંધીને લખ્યો પત્ર, જાણો આપ સાથે ગઠબંધન પર શું કહ્યું
જણાવી દઇએ કે, બિહારમાં કુલ 40 લોકસભા બેઠક પર 7 તબક્કાઓમાં ચૂંટણી યોજાશે. બિહારમાં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેના રોજ મતદાન થશે. 23 મેના મતગણતરી થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે