નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા રાજસ્થાનના બીકાનેરમાં કથિત જમીન ગોટાળાની તપાસ અંગે મંગળવારે જયપુરમાં ઇડી સમક્ષ હાજર થશે. અધિકારીઓએ સોમવારે આ અંગે માહિતી આપી હતી. વાડ્રાની માં મોરીન પણ મંગળવારે જયપુરમાં ભવાની સિંહ રોડ ખાતેની ઇડીની સ્થાનીક ઓફીસમાં સવારે 10 વાગ્યે હાજર થશે. વાડ્રા અને તેમનાં માં સોમવારો બપોરે જયપુર હવાઇ મથક ખાતે પહોંચ્યા હતા.
રાફેલ અંગેનો CAG રિપોર્ટ રાષ્ટ્રપતિ પાસે મોકલાયો: કાલે સંસદમાં રજુ થશે
જો વાડ્રા મંગળવારે ઇડી સમક્ષ રજુ થાય છે તો તેઓ આ તપાસ એજન્સી સામે ચોથી વખત હાજર રહેશે. ગત્ત ત્રણ વખત તેઓ બિનકાયદેસર રીતે વિદેશમાં સંપત્તીની ખરીદી અને ફન્ડ ટ્રાન્સફરમાં તેમની ભુમિકા માટે ચાલી રહેલા કેસ અંગેની તપાસ મુદ્દે દિલ્હીમાં ઇડી સમક્ષ રજુ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન હાઇકોર્ટનાં નિર્દેશ બાદ રાજસ્થાન ઇડી સમક્ષ વાડ્રા હાજર થવાનાં છે.
LIVE: પ્રિયંકાનું લખનઉમાં શક્તિપ્રદર્શન, રોડ શોમાં જનમેદની ઉમટી પડી
વાડ્રાએ રાજસ્થાન હાઇકોર્ટમાં ઇડીની તપાસમાં સંપુર્ણ સહયોગની બાંહેધરી આપી હતી. જો કે સાથે એમ પણ અપીલ કરી હતી કે તેમની વિરુદ્ધ ઇડી દ્વારા કોઇ કઠોર કાર્યવાહી ન કરવામાં આવે. જો કે ઇડી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તપાસ અધિકારી નાણા સંશોધન અટકાયત કાયદો (PMLA) હેઠળ વાડ્રા અને તેમનાં માંનું નિવેદન લેશે. વાડ્રાની ગત્ત 3 દિવસની પુછપરછમાં કુલ 24 કલાક જેટલી પુછપરછ ચાલી હતી.
બીકાનેરના કિસ્સામાં ઇડી દ્વારા ત્રણ વખત વાડ્રાને સમન બજાવવામાં આવ્યું હતું જો કે તે હાજર થયા નહોતા અને આખરે કોર્ટની શરણમાં ગયા હતા. ઇડીએ જમીન સોદા અંગે 2015માં એખ ગુનાહિત કેસ દાખલ કર્યો હતો. રાજસ્થાન પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અને આરોપ પત્રોનું સંજ્ઞાન લેવાયા બાદ આ કેસ નોંધાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે