Home> India
Advertisement
Prev
Next

ભારતમાં પ્રથમ વખત રોબોટે સ્પાઈન સર્જરી કરીને સર્જ્યો ઈતિહાસ

દિલ્હીની ઈન્ડિયન સ્પાઈનલ ઈન્જરીઝ સેન્ટરમાં રહેલા આ એડવાન્સ્ડ રોબોટે અત્યાર સુધી 5 સફળ સર્જરી કરીને મેડિકલ ફિલ્ડમાં ખુદને સાબિત કરી દીધો છે 
 

ભારતમાં પ્રથમ વખત રોબોટે સ્પાઈન સર્જરી કરીને સર્જ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ટેક્નોલોજીના ક્ષેત્રમાં દરરોજ નવા નવા સિમાચિન્હો મેળવી રહેલું ભારત હવે અમેરિકા પછી વિશ્વનો બીજો દેશ બની ગયો છે જ્યાં એક રોબોટે સફળ સ્પાઈન સર્જરી કરી છે. અત્યારે તો આ રોબોટ સ્પાઈનલ ઈન્જરી સાથે સંકળાયેલી સર્જરી કરશે, પરંતુ ભવિષ્યમાં અત્યંત કપરામાં કપરી સર્જરી પણ રોબોટ સરળ બનાવી દેશે. આ રોબોટની મદદથી સર્જરી ઝડપથી અને ટૂંકા સમયમાં થાય છે. બોન કેન્સર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, હાડકાના અંદરના ભાગ સુધી પહોંચવામાં તેનો ઉપયોગ કરી શકાશે. 

fallbacks

દિલ્હીની ઈન્ડિયન સ્પાઈનલ ઈન્જરીઝ સેન્ટરમાં રહેલા આ એડવાન્સ્ડ રોબોટે અત્યાર સુધી 5 સફળ સર્જરી કરીને મેડિકલ ફિલ્ડમાં ખુદને સાબિત કરી દીધો છે. દિલ્હીમાં રહેતી પ્રીતિ પાંડે(33 વર્ષ)ની કરોડરજ્જુ વાંકી થઈ ગઈ હતી, તેને પગમાં ગંભીર નબળાઈ અને કમરની વિકલાંગતાની સમસ્યા હતી. 8 જુલાઈના રોજ એડવાન્સ રોબોટિક સિસ્ટમની મદદથી તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. રોબોટનું નામ સાંભળીને પહેલા તો તે ખુદ ડરી ગઈ હતી. 

દેશભરની હાઈકોર્ટમાં 43.55 લાખ કેસ પેન્ડિંગ, નિકાલમાં વિલંબ અંગે સરકારે ગણાવ્યા કારણ 

રોબોટની મદદથી હવે સ્પાઈન સર્જરી પણ સરળતાથી કરી શકાશે. હાડકામાં 1.6 મીમીનું છિદ્ર કરવાનું હશે તો પણ ડોક્ટરના આદેશ પર આ રોબોટ કરી આપશે. મેડિકલ ડિરેક્ટર કમ ચીફ ઓફ સ્પાઈન સર્વિસિસના ડો. એચ.એસ. છાબડાએ જણાવ્યું કે, ઈન્ડિયન સ્પાઈનલ ઈન્જરી સેન્ટર અમેરિકા પછી દુનિયાની પ્રથમ હોસ્પિટલ છે જ્યાં એડવાન્સ રોબોટિક સિસ્ટમ ઉપલબ્ધ છે. 

આ મામલામાં સ્ત્રીઓ પુરુષો કરતા પણ વધુ ‘નાજુક નમણી નાર’ જેવુ બિહેવિયર કરે છે

ઉલ્લેખનીય છે કે, રોબોટની મદદથી કરવામાં આવતી સર્જરીમાં ઈમ્પ્લાન્ટની જરૂર રહેતી નથી, રિવીઝન સર્જરી, રેડિએશન એક્સપોઝર, હોસ્પિટલમાં રોકાવાનો સમય અને ઈન્ફેક્શન વગેરેનું જોખમ અત્યંત ઓછું થઈ જાય છે. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More