નવી દિલ્હી: પંજાબ હરિયાણા હાઇકોર્ટે 2015માં રોહતકમાં થયેલા ગેંગરેપના સાત આરોપીઓની સજાની સામે અપીલને નકારતા મર્ડર રેફરેન્સ પર તેમની સજાને યથાવત રાખી છે. એટલે કે 7 આરોપીઓને નીચલી કોર્ટ દ્વારા સુનાવણીમાં ફાંસીની સજા પર હાઇકોર્ટે ચૂકાદો આપ્યો છે. આ મામલે ચર્ચા દરમિયાન હરિયાણા સરકારે આ કેસની સરખામણી દિલ્હીના નિર્ભયા ગેંગ રેપથી કરતા જજમેન્ટની કોપી હાઇકોર્ટમાં દાખલ કરી હતી.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: MP માટે કોંગ્રેસે સંભવિત ઉમેદવારોની યાદી કરી જાહેર, દિગ્વિજય લિસ્ટથી બહાર
હરિયાણા સરકારે વકીલ દીપક સબરવાલને જણાવ્યું કે હાઇકોર્ટના જસ્ટિસ એ બી ચોધરી પર આધારિત ડિવિઝન બેંચે આ મામલે રેર ઓફ રેરેસ્ટ ગણતા આરોપીઓની મિલકત વેચીને સરકારે 50 લાખ રૂપિયાની વસૂલાત કરવાનો આદેશ આપ્યો છે. તેમાંથી 25 લાખ રૂપિયા મૃતકની બહેનને આપવામાં આવશે અને 25 લાખ રૂપિયા સરકારી ખાતમાં જમા કરાવવામાં આવશે. આ મામલે હરિયાણા સરકાર જુલાઇ મહિનામાં તેનો રિપોર્ટ હાઇકોર્ટમાં આપશે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2015ના એક નેપાળી યુવતીનું અપહરણ થઇ ગયું હતું. ત્યારબાદ યુવતીની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને બાદમાં ક્રુરતા પુર્વક તેની હત્યા કરી દેવામાં આવી હતી. પીડિતાનો મૃતદેહ પોલીસને 4 ફેબ્રુઆરીએ બહ અકબરપુરની પાસેથી ખેતરોમાં નગ્ન હાલતમાં મળ્યો હતો. પોલીસ તપાસ બાદ 8 આરોપીઓને આ મામલે દોષીત જાહેર કરી ધરપકડ કરી હતી. આરોપીઓને રોહતક કોર્ટે 21 ડિસેમ્બર 2015ના ફાંસીની સજા સંભળાવી હતી. તેમાંથી એક આરોપી સોમબીરે દિલ્હીમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. કોર્ટે નેપાળી યુવતીના આ કેસને રેર ઓફ રેરસ્ટ ગણાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે