Home> India
Advertisement
Prev
Next

ઝારખંડના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલા આવકથી વધુ સંપત્તિ કેસમાં દોષી જાહેર, 26 મેએ સજાની જાહેરાત

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા નેશનલ લોકદળના સુપ્રીમો પણ છે. તેણમે 87 વર્ષની ઉંમરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા પાસ કરી છે. 

ઝારખંડના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલા આવકથી વધુ સંપત્તિ કેસમાં દોષી જાહેર, 26 મેએ સજાની જાહેરાત

નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને આવકથી વધુ સંપત્તિના મામલામાં દિલ્હીની રાઉસ એવેન્યૂ કોર્ટે દોષી ઠેરવ્યા છે. હવે પૂર્વ મુખ્યમંત્રીની સજા પર 26 મેએ ચર્ચા થશે અને તે દિવસે સજાની જાહેરાત કરવામાં આવશે. આ પહેલા 19 મેએ કોર્ટે આવકથી વધુ સંપત્તિના કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. કોર્ટમાં શનિવારે સુનાવણી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. 

fallbacks

2010માં દાખલ થઈ હતી ચાર્જશીટ
આ મામલામાં સીબીઆઈએ 26 માર્ચ 2010ના ચૌટાલા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેમને 1993થી 2006 વચ્ચે આવકથી વધુ 6.09 કરોડની સંપત્તિ ભેગી કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. 

ઈડીએ જપ્ત કરી હતી સંપત્તિ
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની 3.68 કરોડ રૂપિયાની સંપત્તિ ઈડીએ 2019માં જપ્ત કરી હતી. આ કાર્યવાહી આવક કરતા વધુ સંપત્તિના એક કેસમાં મની લોન્ડ્રિંગ હેઠળ દાખલ કેસને લઈને થઈ હતી. 

આ પણ વાંચોઃ 'તારૂ નામ મોહમ્મદ છે, આધાર કાર્ડ દેખાડ', મધ્ય પ્રદેશમાં જૈન વૃદ્ધની મારીમારીને હત્યા કરાઈ

આ કૌભાંડમાં પણ દોષી સાબિત થયા હતા પૂર્વ સીએમ
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચૌટાલા 2013માં જેબીટી કૌભાંડમાં દોષી સાબિત થયા હતા. તેમને પ્રીવેન્શન ઓફ કરપ્શનમાં સાત વર્ષ અને ષડયંત્રમાં દોષી સાબિત થતા 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પાછલા વર્ષે 2 જુલાઈએ તે સજા પૂરી કરી જેલમાંથી બહાર આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More