કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પતિ પત્ની અને 6 વર્ષના બાળકની બર્બરતાથી હત્યા કરી નાખવામાં આવતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. વ્યવસાયે શાળાના શિક્ષક બંધુ પ્રકાશ પાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતાં. પોલીસે હત્યાનો મામલો નોંધની તપાસ શરૂ કરી દીધી છે.
બુધવારે મુર્શિદાબાદના જિયાગંજ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય બંધુ પ્રકાશ પાલ અને તેમના પત્ની બ્યુટી પાલ તથા 6 વર્ષના પુત્ર આનંદપાલના મૃતદેહો મળી આવ્યાં હતાં. ત્રણેયની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે. બ્યુટી પાલ ગર્ભવતી હતાં.
જુઓ LIVE TV
પોલીસે આ મામલે મૃતકના પરિવારના અન્ય સભ્યો અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. ઘટનાના બીજા દિવસે પણ પોલીસને હત્યારાઓ અંગે કોઈ જ કડી મળી નથી. આ બાજુ હત્યાકાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગણી ઉઠી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે