Home> India
Advertisement
Prev
Next

Russia Offers SWIFT Alternative to India: રશિયાએ ભારતને આપી જબરદસ્ત મોટી ઓફર! સરકાર જો આ પ્રસ્તાવ સ્વીકારે તો થશે ખુબ ફાયદો

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણએ રશિયા પર ચારેબાજુથી પ્રતિબંધ લાગી રહ્યા છે. આવામાં પ્રતિબંધોનો માર ઝેલી રહેલા રશિયાએ ભારતને એક મોટો પ્રસ્તાવ આપ્યો છે.

Russia Offers SWIFT Alternative to India: રશિયાએ ભારતને આપી જબરદસ્ત મોટી ઓફર! સરકાર જો આ પ્રસ્તાવ સ્વીકારે તો થશે ખુબ ફાયદો

નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણએ રશિયા પર ચારેબાજુથી પ્રતિબંધ લાગી રહ્યા છે. આવામાં પ્રતિબંધોનો માર ઝેલી રહેલા રશિયાએ ભારતને એક મોટો પ્રસ્તાવ આપ્યો છે. રશિયાએ આયાત કરેલા સામાનની ચૂકવણી માટે ભારતને આ ઓફર આપી છે. ભારત સરકાર આ પ્રસ્તાવ પર હાલ વિચાર કરી રહી છે. 

fallbacks

વાત જાણે એમ છે કે ડોલરમાં ચૂકવણી બંધ થવાના કારણે રશિયાની કેન્દ્રીય બેંકે પેમેન્ટ માટે એક નવી સિસ્ટમ બનાવી છે. નોંધનીય છે કે ભારત રશિયા પાસેથી મુખ્યત્વે ક્રૂડ ઓઈલ અને હથિયારોની આયાત કરે છે. બીજી બાજૂ આ મહિને ભારતે યુક્રેન પાસેથી સપ્લાય ખોરવાઈ જવાના કારણે સનફ્લાવર ઓઈલની પણ મોટી ડીલ કરી છે. 

પ્રસ્તાવ પર વિચારણા
બ્લૂમબર્ગમાં છપાયેલા એક અહેવાલ મુજબ રશિયાના મેસેજિંગ સિસ્ટમ એસપીએફએસ (SPFS) ના ઉપયોગથી ભારત રૂપિયા-રૂબલમાં ચૂકવણી કરી શકે છે. જો કે હજુ સુધી ભારત સરકારે આ ઓફર પર કોઈ નિર્ણય લીધો નથી. આ બધા વચ્ચે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ (Sergei Lavrov) બે દિવસના ભારત પ્રવાસે છે. એવી શક્યતા છે કે તેમના પ્રવાસ દરમિયાન આ પ્રસ્તાવ પર વિચારણા થઈ શકે છે. હવે સવાલ એ છે કે ભારતને તેનાથી શું ફાયદો થશે? હકીકતમાં તેના બદલે ભારતને ઓછા ભાવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ મળવાની આશા છે. જો આ ખરેખર અમલી બન્યું તો ભારત માટે મોટી રાહત હશે. 

Rajya Sabha: રાજ્યસભાના 72 સાંસદ થઈ રહ્યા છે રિટાયર, PM મોદીએ કહ્યું- 'તમારી દરેક ચીજ નોટિસ કરું છું'

કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ
આ ખાસ સિસ્ટમમાં રશિયન મુદ્રા એટલે કે રૂબલને ભારતીય બેંકોમાં જમા કરવામાં આવશે અને પછી તેને ભારતીય મુદ્રા એટલે કે રૂપિયામાં બદલી નાખવામાં આવશે. બરાબર એ જ રીતે રૂપિયાને રૂબલમાં બદલીને ચૂકવણી કરવામાં આવશે. એટલું જ નહીં રશિયા ભારતીય અને રશિયન બેંકો તરફથી જારી કાર્ડોને એમઆઈઆર પેમેન્ટ સિસ્ટમ (MIR payments system) સાથે પરસ્પર જોડવા ઈચ્છે છે. 

List Of India's Most Powerful People: આ છે ભારતના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદી, ટોપ પર છે PM મોદી

ચારેબાજુથી પ્રતિબંધનો માર ઝેલી રહેલા રશિયાએ આ માટે ભારતને માત્ર ઓફર આપી છે એવું નથી આ પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા કરવા માટે રશિયાના કેન્દ્રીય બેંકના અધિકારી ભારત પણ આવી શકે છે. વાત જાણે એમ છે કે ભારત હથિયારો માટે રશિયા પર નિર્ભર છે અને આ સાથે જ ક્રૂડ ઓઈલમાં પણ સતત વધી રહેલી તેજીના કારણે પણ ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા માટે ઈચ્છુક છે. જો કે આ યુદ્ધ બાદ રશિયા પર વૈશ્વિક દબાણ જરૂર છે. પરંતુ રશિયા પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં સસ્તા ક્રૂડ ઓઈલની આશામાં ભારત દ્વિપક્ષીય વેપાર ચાલુ રાખવા માંગે છે. એ નક્કી છે કે જો ભારત રશિયાની આ ઓફર સ્વીકારી લે તો તેનાથી ભારતની વિદેશી મુદ્રા બચશે અને  ભારતીય મુદ્રા વધુ મજબૂત પણ બનશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More