નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) ના જાફરાબાદ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બદમાશોએ જાફરાબાદના ચૌહાણ બાંગર વિસ્તારમાં ઘરની બહાર જ RWA અધ્યક્ષની ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતકની ઓળખ રઈસ અન્સારી તરીકે થઈ છે.
દેશના પહેલવહેલા સાંસદ...જેઓ સમગ્ર પરિવાર સાથે મૂકાવશે COVID-19 રસી
મળતી માહિતી મુજબ બુધવારે બપોરે લગભગ એક વાગ્યે રઈસ ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ ઘરની બહાર સ્કૂટર સાફ કરતા હતા. અચાનક માસ્ક લગાવેલા બે યુવકો આવ્યા અને તેમને કઈંક પૂછવા લાગ્યા. વાતચીત દરમિયાન બદમાશોએ પિસ્તોલ કાઢી અને રઈસને ગોળી મારી દીધી. અફરાતફરીમાં રઈસને હોસ્પિટલ લઈ જવાયા અને ડોક્ટરોએ તેમને ત્યાં જ મૃત જાહેર કર્યા.
ચૌહાણ બાંગરના RWA અધ્યક્ષ રઈસ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતા. તેમના પિતા ઘરની નીચે જ કરિયાણાની દુકાન ચલાવે છે. ઘટના બાદ બદમાશો તરત જ ફરાર થઈ ગયા. ફરાર થતી વખતે બદમાશો રસ્તા પર પડેલા ખાલી ખોખા પણ લેતા ગયા. પહેલી નજરમાં પોલીસને આ ઘટના અંગત અદાવતની લાગે છે. પોલીસે હત્યાનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
જુઓ લાઈવ મર્ડરનો VIDEO
હત્યાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ
હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે રઈસ પોતાના ઘરેથી નીકળ્યા અને સ્કૂટરની ડિક્કીમાં સામાન રાખીને સ્કૂટર સાફ કરવા લાગ્યા. ત્યારે અચાનક ત્યાં માસ્ક પહેરેલા બે બદમાશો આવ્યા અને રઈસને જોતા આગળ ગયા અને પાછા ફરીને કઈંક પૂછવા લાગ્યા. વાતચીત દરમિયાન એક બદમાશે પિસ્તોલ કાઢી અને તેમની કાનપટ્ટી પર લગાવી દીધી. બદમાશથી પિસ્તોલમાંથી ગોળી છૂટી નહી. ત્યારબાદ રઈસે બદમાશના હાથને ધક્કો માર્યો અને ઘર તરફ ભાગવા લાગ્યા. ત્યારબાદ બીજા બદમાશે દેશી તમંચાથી ગોળી મારી. ઘટના સમયે ગલીમાં ચહલપહલ હતી અને બાળકો પણ રમી રહ્યા હતા.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે