Home> India
Advertisement
Prev
Next

UNSC ની બેઠકમાં ભારતે સંભળાવી 26/11 હુમલાના પાકિસ્તાની આતંકીની ઓડિયો ક્લિપ

મુંબઈ ખાતે તાજ હોટલમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં ભારતે પાકિસ્તાનની પોલ ખોલી નાખી. ભારતે આતંકી સાજિદ મીરની એ ઓડિયો ક્લિપ પણ દુનિયા સામે રજૂ કરી જેમાં તે 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકી હુમલા દરમિયાન આતંકીઓને ફોન પર આદેશ આપતો હતો. 

UNSC ની બેઠકમાં ભારતે સંભળાવી 26/11 હુમલાના પાકિસ્તાની આતંકીની ઓડિયો ક્લિપ

UNSC Special Meeting: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા આતંકી હુમલાની આગામી મહિને 14મી વરસી છે. જો કે તે પહેલા મુંબઈ આતંકી હુમલા અંગે પાકિસ્તાનના સફેદ જૂઠનો એકવાર ફરીથી પર્દાફાશ થયો છે. ભારતે બેઠકમાં આંતરરાષ્ટ્રીય સમુદાય સામે મુંબઈમાં 2008માં થયેલા આતંકી હુમલાના પાકિસ્તાની કનેક્શનનો પણ ખુલાસો કર્યો છે. આખી દુનિયાએ આજે જોયું કે કઈ રીતે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના આકા મુંબઈ હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા અને તેમને આદેશ આપીને આ હુમલાને અંજામ આપવામાં આવ્યો. આ આદેશ આપનાર બીજુ કોઈ નહીં પરંતુ સાજિદ મીર છે. આ ઉપરાંત વિદેશમંત્રી એસ જયશંકરે આતંકવાદને પહોંચી વળવા મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં કહ્યું કે 26/11 આતંકી હુમલાનો મુખ્ય કાવતરાખોર અને તેની યોજના બનાવનારા હજુ પણ સુરક્ષિત છે અને તેમને સજા આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે, જ્યારે કેટલાક આતંકીઓ પર પ્રતિબંધ લગાવવાની વાત આવે છે ત્યારે કેટલાક મામલાઓમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ રાજકીય કારણોસર, ખેદજનક રીતે કાર્યવાહી કરવામાં અસમર્થ રહી છે. 

fallbacks

આ અગાઉ આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્ય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વિશેષ બેઠક માટે હોટલ તાજ મહેલ પેલેસ પહોંચ્યા. આ દરમિયાન તેમણે  હોટલમાં 26/11 સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી. 

તાજ હોટલમાં બેઠક
અત્રે જણાવવાનું કે 2008માં મુંબઈ હુમલાની 14મી વરસી પહેલા ભઆરત શુક્રવારથી શરૂ થયેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બે દિવસની આતંકવાદ વિરોધી બેઠકની મેજબાની કરી રહ્યું છે. કાઉન્ટર ટેરરિઝમ કમિટી (સીટીસી) નવી દિલ્હીની અધ્યક્ષતામાં UNSC ની પ્રમુખ બેઠક તે મુખ્ય સ્થળોમાંથી એક (મુંબઈમાં તાજ હોટલ) પર થઈ રહી છે જ્યાં આ આતંકી હુમલા થયા હતા. 

પૈસા આતંકવાદની જીવનદાયિની
આતંકવાદ વિરોધી સમિતિની અનૌપચારિક બ્રિફિંગ પહેલા બોલતા જયશંકરે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે પૈસા આતંકવાદની જીવનદાયિની છે. આતંકવાદી સંગઠનોને પોતાના સંગઠનાત્મક કાર્યો જાળવી રાખવા અને ગતિવિધિઓને ચલાવવા માટે ધન અને સંસાધનોની જરૂર હોય છે. વાસ્તવિકતા એ છે કે આતંકવાદનું અસ્તિત્વ બનેલું છે અને તેનો વિસ્તાર એક અંતર્નિહિત સચ્ચાઈ તરફ ઈશારો કરે છે કે આતંકવાદને ઉછરવા માટે જરૂરી નાણાકીય સંસાધન મળી રહ્યા છે. 

'જ્યાં મૂવમેન્ટ દેખાય ત્યાં ફાયર ઠોકો'
ભારતે આ બેઠકમાં એ ઓડિયો ક્લિપ સંભળાવી જેમાં પાકિસ્તાની આતંકી અને 26/11 નો કાવતરાખોર સાજિદ મીર ફોન પર આતંકીઓને નિર્દેશ આપી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે જ્યાં પણ મૂવમેન્ટ દેખાય, જ્યાં પણ લોકો હોય ત્યાં ફાયર ઠોકો. સાજિદ મીર આ નિર્દેશ ફોન પર ચાબડ હાઉસમાં હાજર આતંકીઓને આપી રહ્યો હતો. ભારતે વિદેશમંત્રી એસ જયશંકરની હાજરીમાં આ ઓડિયો ક્લિપ આંતરરાષ્ટ્રીય સમુદાયને સંભળાવી અને પાકિસ્તાનની પોલ ખોલી. 

આ ઓડિયોમાં આતંકી સાજિદ મીર ફોન પર ચાબડ હાઉસ એટલે કે મુંબઈના નરિમન હાઉસમાં રહેલા આતંકીઓને કહી રહ્યો છે કે "જ્યાં પણ મૂવમેન્ટ તમને જોવા મળે, બંદા કોઈ છત પર ચાલી રહ્યો હોય, કોઈ આવી રહ્યું હોય, કોઈ જઈ રહ્યું હોય તો તેમના પર ફાયર ઠોકો. તેને ખબર નથી ત્યાં શું થઈ રહ્યું છે." સાજિદ મીરને જવાબ આપતા ફોન પર બીજો આતંકી આમ કરવાની ખાતરી આપે છે. 

અત્રે જણાવવાનું કે 26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા (એલઈટી) દ્વારા તાલિમબદ્ધ 10 આતંકીઓએ મુંબઈમાં અનેક જગ્યાએ હુમલાને અંજામ આપ્યો જેમાં 166 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More