Home> India
Advertisement
Prev
Next

26 વર્ષની ઉંમરમાં સાંસદ, 32ની ઉંમરમાં મંત્રી... સચિન પાયલટને શું નથી આપ્યુઃ કોંગ્રેસ

પાયલટ વિરુદ્ધ ભરવામાં આવેલા પગલાની જાણકારી આપતા સુરજેવાલાએ આક્રમક અંદાજમાં તે પણ યાદ અપાવ્યું કે, સચિન પાયલટને નાની ઉંમરમાં પાર્ટીએ ઘણું આપ્યું છે. 
 

26 વર્ષની ઉંમરમાં સાંસદ, 32ની ઉંમરમાં મંત્રી... સચિન પાયલટને શું નથી આપ્યુઃ કોંગ્રેસ

જયપુરઃ સચિન પાયલટે કોંગ્રેસ સામે બળવો કરવાની કિંમત ચુકાવવી પડી છે. પાયલટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. ધારાસભ્ય દળની બેઠક બાદ કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ તેની જાહેરાત કરી છે. પાયલટ વિરુદ્ધ ભરવામાં આવેલા પગલાની જાણકારી આપતા સુરજેવાલાએ આક્રમક અંદાજમાં તે પણ યાદ અપાવ્યુ કે, સચિન પાયલટને નાની ઉંમરમાં પાર્ટીએ ઘણું બધુ આપ્યું છે. 

fallbacks

જયપુરમાં સીએમ આવાસમાં ધારાસભ્ય દળની બેઠક પૂરી થયા બાદ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ, અમને એક વાતનું દુખ છે કે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ તથા કેટલાક ધારાસભ્યો અને મંત્રી ભ્રમિત થઈને ભાજપના ષડયંત્રમાં આવીને કોંગ્રેસની સરકાર પાડવામાં સામેલ થઈ ગયા છે. 

સુરજેવાલાએ કહ્યુ, સોનિયા ગાંધીજીએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સચિન પાયલટ તથા બીજા સાથી મંત્રી, ધારાસભ્યો સાથે સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ વરિષ્ઠ નેતાઓએ પણ પાલયટ સાથે અડધો ડઝન વાર વાત કરી. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ પાયલટ સાથે ઘણીવાર ચર્ચા કરી. કેસી વેણુગોપાલે પણ ઘણીવાર વાત કરી હતી. સોનિયા જી અને રાહુલ જી તરફથી અમે પણ અપીલ કરીકે બધા દરવાજા ખુલ્લા છે. જો તમારે મતભેદ હોય તો કોંગ્રેસ નેતૃત્વને જણાવો, આપણે બેસીને ઉકેલ લાવીશું. 

કોંગ્રેસના એક્શન પર સચિન પાયલટની ટ્વિટ, 'સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં'

નાની ઉંમરમાં આપી રાજકીય તાકાત
રણદીપ સિંહ સુરજેવાલાએ સચિન પાયલટને કોંગ્રેસમાં આપવામાં આવેલી જવાબદારીઓનો પણ હવાલો આપ્યો હતો. તેમણે કહ્યુ, પાયલટને નાની ઉંમરમાં રાજકીય તાકાત આપવામાં આવી, જે અન્ય કોઈને આપવામાં આવી નથી. 2003માં સચિન પાયલટ રાજનીતિમાં આવ્યા, ત્યારબાદ 26 વર્ષની ઉંમરે 2004માં તેમને કોંગ્રેસે સાંસદબનાવ્યા. 32 વર્ષની ઉંમરે કેન્દ્રમાં મંત્રી બનાવ્યા. 34 વર્ષની ઉંમરમાં પ્રદેશ અદ્યક્ષની જવાબદારી સોંપી. 40 વર્ષની ઉંમરે નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપી છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વ્યક્તિગત આશીર્વાદ સાથે હતા, તેથી આટલું આપવામાં આવ્યું. 

આ બધી વાતો રાખતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ કે, સચિન પાયલટને આટલું બધુ મળ્યા છતાં કોંગ્રેસ સરકાર પાડવાના ષયડંત્રમાં ભાગ લીધો, જે સહન કરી શકાય નહીં. તેથી સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More