નવી દિલ્હીઃ કાઠમાંડૂના નવા બસપાર્ક શહેરમાં સ્થિત ન્યૂ વિનાયક રોલ્પા જલજલા ગેસ્ટ હાઉડનો રૂમ નંબર 204 સીમા હૈદર (Seema Haider)અને સચિન મીણા (Sachin Meena)ના પ્રેમની કંઈક અલગ હકીકત જણાવી રહ્યો છે. હકીકતમાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે નોઇડાના સચિન મીણા સાથે આ હોટલમાં 7 દિવસ પસાર કર્યાં હતા. હોટલમાં એન્ટ્રીની તારીખ 10 માર્ચ, 2023 હતી. હોટલનું એક દિવસનું ભાડુ 500 રૂપિયા હતું. ટીવી રિપોર્ટ પ્રમાણે હોટલના રજિસ્ટરમાં સચિન અને સીમાના નામે કોઈ એન્ટ્રી થઈ નથી. બંનેએ પોતાનું નામ બદલીને હોટલમાં એન્ટ્રી લીધી હતી.
હોટલના રિસ્પેશનિસ્ટ ગણેશે જણાવ્યુ કે તેને હોટલમાં કોઈ આઈડી પ્રૂફ વગર એન્ટ્રી મળી ગઈ હતી. ગણેશનું કહેવું છે કે તેને લાગ્યું કે આ બંને ભારતથી નેપાળ ફરવા આવ્યા છે, તેથી કોઈ શંકા ન ગઈ. બંનેએ હોટલના સ્ટાફને જણાવ્યું કે તે પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરવા આવ્યા છે.
બાળકો ક્યાં હતા?
હોટલના સ્ટાફે જણાવ્યું કે સચિન અને સીમાની સાથે કોઈ બાળકો નહોતા. તેવામાં સવાલ ઉભો થાય છે કે સાત દિવસ સુધી સીમા હૈદરના ચાર બાળકો ક્યાં હતા, કારણ કે હોટલમાં તો સીમા અને સચિન જ રોકાયા હતા. સચિન અને સીમા બંને નેપાળ ફરી રહ્યાં હતા.
આ પણ વાંચોઃ સીમા હૈદર-સચિન મીણાની લવ સ્ટોરીનો The End,પરત મોકલાશે પાકિસ્તાન! જાણો દરેક વિગત
હોટલના રૂમમાં કેમ લગ્ન કર્યા?
ટીવી રિપોર્ટ પ્રમાણે હોટલના સ્ટાફને સચિન અને સીમાએ ખોટું કહ્યું હતું કે તેણે પશુપતિ મંદિરમાં લગ્ન કર્યા છે, જ્યારે તેણે હોટલના રૂમ નંબર 204માં જ લગ્ન કર્યાં હતા.
હોટલના સ્ટાફે જણાવ્યું કે હોટલમાં પહેલા સચિન મીણા આવ્યો હતો. તેણે ખુદને ભારતીય નાગરિક જણાવ્યો. સચિનના એક દિવસ બાદ સીમા હૈદર પહોંચી હતી. સચિને હોટલ સ્ટાફને જણાવ્યું હતું કે તેની પત્ની ભારતથી આવવાની છે.
હોટલના રૂમમાં બનાવી રીલ્સ
હોટલના રિસ્પેશનિસ્ટ ગણેશે કહ્યુ કે પહેલા સચિન આવ્યો હતો, તેણે મારી પત્ની આવી રહી છે તેમ કહીને રૂમ બુક કરાવ્યો હતો. પછી બંને સાથે રહ્યાં અને ખુબ રીલ્સ બનાવી, ગણેશના બાળકો અને પરિવાર સાથે પણ બંનેએ રીલ્સ બનાવી હતી. ટીવી રિપોર્ટ પ્રમાણે સીમાએ એકવાર ક્લબ અને પબમાં જવાનું પણ કહ્યું હતું, પરંતુ હોટલ સ્ટાફે સમજાવ્યું કે ત્યાં ભારતીયોને લૂંટવામાં આવે છે, ત્યારબાદ તે ન ગયા.
આ પણ વાંચોઃ FB-Insta પર શેર કરો છો તમારા બાળકોનો ફોટા? પોલીસે જારી કરી વોર્નિંગ, જાણો વિગત
ઉતાવળમાં છોડ્યો રૂમ
ગણેશનું કહેવું છે કે એક દિવસ બંને ઉતાવળમાં ટેક્સી કરી કાઠમાંડૂથી પોખરા માટે નિકળી ગયા. હોટલના સ્ટાફે કહ્યું કે, બંને બસથી નેપાળ ફરી રહ્યાં હતા. ગણેશે કહ્યું કે હોટલનો રૂમ નંબર 204 ખુબ નાનો છે. આશરે 500 રૂપિયા દરરોજનું ભાડું છે. રૂમમાં એક અરીસો છે. એક નાનો ડબલ બેડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે