નવી દિલ્હીઃ શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ભારતીય જનતા પાર્ટી પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ દેશમાં અસલી ટુકડે-ટુકડે ગેંગ છે. સાથે બાદલે કિસાન આંદોલન દરમિયાન દેશને તોડવાનો આરોપ લગાવ્યો છે.
સુખબીર સિંહ બાદલે કહ્યુ કે, ભાજપે રાષ્ટ્રીય એકડાને ટુકડામાં તોડી દીધી છે, બેશરમ રીતે મુસલમાનો વિરુદ્ધ હિન્દુઓને ઉશ્કેરવામાં આવ્યા છે અને હવે અમારા શીખ ભાઈઓ વિરુદ્ધ આમ કરી રહી છે. ભાજપ દેશભક્તિ વાળા પંજાબને સાંપ્રદાયિક આગમાં ધકેલી રહી છે.
BJP is the real #TukdeTukdeGang in the country. It has smashed national unity to pieces,shamelessly inciting Hindus against Muslims & now desperate setting peace loving Punjabi Hindus against their Sikh brethren esp #farmers. They're pushing patriotic Punjab into communal flames. pic.twitter.com/7adwVmoDgj
— Sukhbir Singh Badal (@officeofssbadal) December 15, 2020
કિસાનોને દેશદ્રોહી કહેવાની હિંમત કેમ થઈ?
આ પહેલા સુખબીર સિંહ બાદલે આંદોલનમાં ખાલિસ્તાનીઓની હાજરીની અફવાઓને લઈને આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ આંદોલનમાં વૃદ્ધ મહિલાઓ પણ સામેલ છે. શું તે ખાલિસ્તાની લાગે છે? આ દેશના કિસાનોને સંબોધિત કરવાની કઈ રીત છે? આ કિસાનોનું અપમાન છે.
બાદલે કહ્યુ હતુ કે તેમની હિંમત કેમ થઈ અમારા કિસાનોને દેશદ્રોહી કહેવાની? ભાજપ હોય કે કોઈ અન્ય કિસાનોને દેશદ્રોહી કહેવાનો હક કોણે આપ્યો? કિસાનોએ પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું અને તમે તેને દેશદ્રોહી કહી રહ્યાં છો? જે તેને દેશદ્રોહી કહે છે તે ખુદ દેશદ્રોહી છે.
આ પણ વાંચોઃ પ્રણવ મુખર્જીના અંતિમ પુસ્તક પર પુત્ર-પુત્રી વચ્ચે સંગ્રામ, અભિજીતે કહ્યુ- પ્રકાશન રોકો
હરસિમરત કૌરે આપ્યું હતું રાજીનામું
મહત્વનું છે કે બાદલ પરિવાર તરફથી કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને કેન્દ્રના નવા કાયદાને કિસાનોની સાથે છેતરપિંડી ગણાવી હતી. એટલું જ નહીં સુખબીર બાદલે અકાલી દળને એનડીએથી અલગ થવાની જાહેરાત કરતા પંજાબની ચૂંટણી એકલા હાથે લડવાની વાત કરી હતી.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે