Home> India
Advertisement
Prev
Next

સાધ્વી જેવા રાષ્ટ્રવાદી સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો: બાબા રામદેવ

યોગગુરૂ રામદેવ શુક્રવારે વિવાદાસ્પદ ભાજપનાં નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં સમર્થનમાં સ્પષ્ટ રીતે આવ્યા છે

સાધ્વી જેવા રાષ્ટ્રવાદી સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો: બાબા રામદેવ

પટના : યોગ ગુરૂ રામદેવ શુક્રવારે વિવાદાસ્પદ ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં સમર્થનમાં સ્પષ્ટ રીતે સામે આવ્યા અને તેમને એક રાષ્ટ્રવાદી ગણાવતા કહ્યું કે, માત્ર શંકાના આધેર તેમને 9 વર્ષ સુધી જેલની અંદર ટોર્ચર કરવામાં આવ્યા.જેમ કે તેઓ કોઇ આતંકવાદી હોય. યોગ ગુરૂ પટના સાહિબ લોકસભા સીટથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા  ઉમેદવારી દાખલ કરવા દરમિયાન અહીં પહોંચ્યા હતા. રામદેવે અહીં પત્રકારોને જણાવ્યું કે, આ ગુનાની પરાકાષ્ટતા હતી. પોતાને માત્ર શંકાના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી અને 9 વર્ષ સુધી તેને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આપવામાં આવ્યો. તેમને જે તણાવમાંથી પસાર થવું પડ્યું તેા કારણે તેઓ શારીરિક રીતે નબળા અને કેંસરથી પ્રભાવિત થઇ ગયા. 

fallbacks

સની દેઓલ ફિલ્મી ફોજી છે જ્યારે હું રિયલ ફોજી : કેપ્ટન અમરિંદર સિંહ

આ આતંકવાદ નહી પરંતુ રાષ્ટ્રવાદી મહિલા છે. માલેગાવ બોમ્બ વિસ્ફોટનાં આરોપી પ્રજ્ઞા ઠાકુર દ્વારા 26/11 આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મુંબઇ એટીએસનાં પૂર્વ પ્રમુખ હેમંત કરકરેનું મોત તેમણે આપેલા શાપના કારણે થયું છે. આ અંગે પુછવામાં આવતા રામદેવે કહ્યું કે, આ વ્યથા અને કડવાટને સમજવાનાં પ્રયાસો કરવા જોઇએ. જેના કારણે તેમણે આવું નિવેદન આપ્યું હશે. 

PM મોદીનાં નામનું ટીશર્ટ પહેરી લગાવી રહ્યો હતો રાહુલનું પોસ્ટર, કોંગ્રેસ નેતાએ ભગાડ્યો

INS વિક્રમાદિત્યમાં આગ, અગ્નિ શમન દરમિયાન નૌસેના અધિકારી શહીદ
કરકરેને તેમનાં હિંદુ આતંકવાદી હોવાની શંકા હતી. તેમ પુછવામાં આવતા કે શું તેઓ ભોપાલ જઇને પ્રજ્ઞા ઠાકુરનાં પક્ષમાં પ્રચાર કરવા જશે, રામદેવે કહ્યું કે, મે તમને જે કહ્યું તે બ્રેકિંગ ન્યુઝ માટે પુરતું છે. કૃપા કરીને આટલાથી જ સંતુષ્ટ રહો. 

PM મોદીએ ઉમેદવારી નોંધાવતા પહેલા 2 વડીલોનાં ચરણસ્પર્શ કરી માર્યો માસ્ટર સ્ટ્રોક

યોગગુરૂએ કહ્યું કે, સામાન્ય રીતે તેઓ ઉમેદવારી દાખલ કરવા દરમિયાન નેતાઓની સાથે નથી રહેતા પરંતુ પ્રસાદ માટે તેઓ આવ્યા છે કારણ કે તેઓ પાટલિપુત્ર માટે મંગલકારી માને છે જેવી રીતે વડાપ્રધાન દેશ માટે હિતકારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા યોગગુરૂએ કહ્યું કે, મોદીનો માત્ર એક જ એજન્ડા છે કે  ભારતને મહાશક્તિ બનાવવામાં આવે. આ લક્ષ્યની પુર્તિ માટે તેઓ રોજિંદી રીતે 16-20 કલાક કામ કરે છે. તેમનું મગજ એક તરફ કેન્દ્રીત છે કારણ કે  તેમનો કોઇ પરિવાર છે ન કોઇ અન્ય ભટકાવ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More